આ ગામના 50 જેટલા ખેડૂતો માત્ર 100 વીઘા ખેતરમાં કરે છે ડુંગળીની ખેતી, જાણો દેશ-વિદેશમાં કેમ છે મોટી માંગ

બ્રાહ્મણવાડા ની ડુંગળી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સુરત, અમદાવાદ , રાજકોટ વિસ્તારમાં પણ જતી હોય છે. વેપારીઓ અહીંથી બલ્ક માં ડુંગળી ખરીદી વેચાણ માટે લઈ જતા હોય છે. તો ઘર વપરાશ માટે 4 થી 5 મણ વર્ષ માટે સંગ્રહ કરવા લોકો ખરીદી લે છે.

આ ગામના 50 જેટલા ખેડૂતો માત્ર 100 વીઘા ખેતરમાં કરે છે ડુંગળીની ખેતી, જાણો દેશ-વિદેશમાં કેમ છે મોટી માંગ

તેજસ દવે/મહેસાણા: ઊંઝા નજીક આવેલા બ્રાહ્મણવાડા ગામની ડુંગળી પ્રખ્યાત છે. અહી ચાલુ વર્ષે 100 વિઘાથી વધુ વિસ્તારમાં ડુંગળી ની ખેતી કરવામાં આવી હતી. જે ડુંગળી તૈયાર થતા જ એકાદ માસમાં ડુંગળીનું વેચાણ થઈ જાય છે. બ્રાહ્મણવાડા ની ડુંગળી તીખી નહિ પણ મીઠી હોય છે. જેને કારણે લોકો બારે માસ ઘરે ખાવા માટે અહીંની ડુંગળી ખરીદવાનું પ્રથમ પસંદગી કરતા હોય છે . 

બ્રાહ્મણવાડા ની ડુંગળી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સુરત, અમદાવાદ , રાજકોટ વિસ્તારમાં પણ જતી હોય છે. વેપારીઓ અહીંથી બલ્ક માં ડુંગળી ખરીદી વેચાણ માટે લઈ જતા હોય છે. તો ઘર વપરાશ માટે 4 થી 5 મણ વર્ષ માટે સંગ્રહ કરવા લોકો ખરીદી લે છે. સામાન્ય રીતે નાસિક ની ડુંગળી તીખી હોય છે. જ્યારે બ્રાહ્મણવાડાની ડુંગળી મીઠી હોવાથી રોજિંદા ઉપયોગમાં વધુ લેવાય છે. 

બ્રાહ્મણવાડા હાઇવેથી પસાર થતાં વાહનચાલકો પણ મોટા પ્રમાણમાં ડુંગળી ખરીદી કરે છે. ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ઊંચે જતાં હોય છે. જ્યારે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ માપના હોવાથી ગરીબ વર્ગના લોકો વધુ ઉપયોગ કરે છે. ગરમીમાં ડુંગળીનો સલાડ તરીકે વધુ ઉપયોગ થાય છે. અહીંની ડુંગળી કડી, વિસનગર, કલોલ, મહેસાણા, અમદાવાદ, સુરત સુધી જાય છે. ડુંગળીના એક મણના ભાવ રૂ.350 જોવા મળી રહ્યા છે. આ વર્ષે ડુંગળીનો પાક ઓછો છે અને પાક ઉત્પાદન ઓછું હોવાથી હજુ પણ ભાવ વધશે તેવી આશા ખેડૂતોને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news