ઉઘાડી લૂંટ કરતી અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે આખરે ભાવ ઘટાડ્યો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર કરવાની પરમિશન આપ્યા બાદ હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે હવે હાઈકોર્ટ પાસેથી લપડાક કર્યા બાદ હવે સારવારના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આખરે એએમસીએ ખાનગી હોસ્પીટલના નવા ચાર્જ જાહેર કર્યાં છે. કોરોના દર્દીઓ માટેના ચાર્જમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરાયો છે. હાઇકોર્ટની ફટકાર બાદ કરાયો આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જો હોસ્પિટલ સહકાર ન આપે તો ડેપ્યુટી હેલ્થ ઓફિસરને ફરિયાદ પણ કરી શકાશે તેવું એએમસી દ્વારા જણાવાયું છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા
નક્કી કરેલા ચાર્જને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટેના બેડ દીઠ 9000થી 23000 સુધીના સરકારે નક્કી કરેલા ચાર્જને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલે હાઈકોર્ટમાં જવાબ આપ્યો કે, ભાવમાં ઘટાડો શક્ય નથી. જોકે,તેના બાદ ખાનગી હોસ્પિટલો દ્વારા જનરલ વોર્ડમાં 10 ટકા અને અન્યમાં 5 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે.
રાજકોટ રેલવેએ એક જ વિકમાં મુસાફરોના 2.22 કરોડ રિફંડ કર્યાં
ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલતી હતી
ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલતી હતી. 3000ની સામે 9000 રૂપિયા બેડદીઠ વસૂલવામાં આવતા હતા. કોરોનાની મહામારી ફેલાઈ ગઈ છે, આવામાં હોસ્પિટલોની ફરજ બને છે કે તેઓ માનવતા દાખવીને મદદ કરે. સામાન્ય દિવસોમાં પણ કોઈ પણ ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલ જનરલ વોર્ડના 9000 રૂપિયા વસૂલતી નથી. આવામાં હોસ્પિટલોના બેફામ ભાવ વધારા સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. કોરોનાના નામે ખાનગી હોસ્પિટલ ઉઘાડી લૂંટ આચરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે