આજે PM મોદી ગુજરાત આવશે; દિવાળી પર આપશે મોટી ભેટ, બે દિવસના કાર્યક્રમની પળે પળની અપડેટ જાણો

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે રહેશે. અહીં તેઓ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. તેમના બે દિવસના કાર્યક્રમની તમામ વિગતો જાણો. 

આજે PM મોદી ગુજરાત આવશે; દિવાળી પર આપશે મોટી ભેટ, બે દિવસના કાર્યક્રમની પળે પળની અપડેટ જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અહીં તેઓ દિવાળીના અવસરે ગુજરાતની જનતાને મૂલ્યવાન ભેટ આપશે. પીએમ મોદીના બે દિવસના પ્રવાસના કાર્યક્રમની પળેપળની વિગતો ખાસ જાણો. 

આજથી પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ના નર્મદા જિલ્લાના પ્રવાસે આવશે.  કાર્યક્રમની રજેરજની માહિતી...

  • આજે સાંજે 6 થી 7  વાગ્યા દરમ્યાન એકતા નગર ખાતે આવશે.  
  • સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 284 કરોડ થી વધુ ના પ્રોજેક્ટ નું લોકાર્પણ અને ખતમહુર્ત કરશે. અહી વિશ્વકક્ષાનું  બોન્સાઈ ગાર્ડન બનશે.
  • નર્મદા નદીના કિનારે આવેલા સાતપુડા પર્વત ને અડી ને આવેલ નદી પર પ્રોટેક્શન વોલ અને જેટી નો વિકાસ કરાશે.
  • દેશભરમાંથી આવેલ શિલ્પકારો એ બનાવેલ 24 જેટલા સુંદર શિલ્પો મુકાશે.
  • પાર્કિંગમાં મુકાયેલ 23.26 કરોડના ખર્ચે ચાર મેગા વોટ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ થશે
  • સ્માર્ટ બસ સ્ટોપ નું લોકાર્પણ થશે
  • ડીસ્ટ્રીક હોસ્પિટલ નું પણ લોકાર્પણ થશે
  • કેવડિયાની શોભા વધારતા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.
  • ત્યારબાદ મોડી સાંજે પ્રધાનમંત્રી આરંભ 6.0 અંતર્ગત ટ્રેઇની ઓફિસરર્સ ને સંબોધશે.
  • રાત્રી રોકાણ એકતનાગર ખાતે કરશે
  • આવતી કાલે 31 તારીખે સવારે 8 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.
  • 8-30 એ એકતા પરેડ નિહાળી સંબોધન કરશે

ધનતેરસે 70+ ના વૃદ્ધોને સરકારે આપી ભેટ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આયુષ્યમાન યોજનાના નવા તબક્કા આયુષ્યમાન ભારત "નિરામયમ (જેને રોગ ન હોય)"ની શરૂઆત કરી. પીએમ મોદીએ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)માં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરવાળા તમામ વડીલોની પ્રમુખ સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર થઈ શકશે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ મોટા પગલાંની શરૂઆત નવમાં આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવતા ધન્વંતરીની જયંતીના અવસરે કરાઈ. 

દર વર્ષે મળશે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વડીલ નાગરિકોને હેલ્થ કવરેજ મળશે. આ સુવિધા કોઈ પણ આવક વર્ગના વૃદ્ધોને મળી શકશે. દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ સિવાય જે પરિવાર પહેલેથી આયુષ્યમાન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેમના પરિવારના વરિષ્ઠ નાગરિકોને અલગથી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સારવારનો લાભ મળી શકશે. તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારોના 6 કરોડથી વધુ વડીલોને લાભ મળશે. અત્યાર સુધી આ યોજનામાં ઓછી આવક વર્ગના પરિવારોને સામેલ કરાતા હતા. જ્યારે વડીલો માટે શરૂ કરાયેલી આ યોજનામાં હવે કોઈ આવક મર્યાદા નહીં રહે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news