GUJARAT નું ગૌરવ: સ્માર્ટ શહેરોની યાદીમાં સુરત પ્રથમ અને અમદાવાદ ચોથાક્રમે

ગુજરાત માટે વધારે એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશનાં પ્રથમ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના 20 શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશન યોજના જાહેર કરાઇ હતી. જેના પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા 20 શહેરોમાં સુરતને અગાઉ ચોથુ સ્થાન મળ્યું હતું. જો કે અમલીકરણમાં પહેલાથી અગ્રણી સુરત હવે ટોચે પહોંચી ચુક્યું છે. તો સુરત ચોથા ક્રમે પહોંચ્યું છે. 
GUJARAT નું ગૌરવ: સ્માર્ટ શહેરોની યાદીમાં સુરત પ્રથમ અને અમદાવાદ ચોથાક્રમે

સુરત : ગુજરાત માટે વધારે એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશનાં પ્રથમ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના 20 શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશન યોજના જાહેર કરાઇ હતી. જેના પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા 20 શહેરોમાં સુરતને અગાઉ ચોથુ સ્થાન મળ્યું હતું. જો કે અમલીકરણમાં પહેલાથી અગ્રણી સુરત હવે ટોચે પહોંચી ચુક્યું છે. તો સુરત ચોથા ક્રમે પહોંચ્યું છે. 

25 જુન 2015 ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ આ યોજના અંતર્ગત ભારતના પસંદની પામેલા કુલ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની પસંદગી જેતે સમયે ચોથા સ્થાને હતી. સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે. 

સુરત પાલિકા તથા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગ એરીયા ડેવલપમેન્ટ, ઇકોનોમીક ડેવલપમેન્ટ રિન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, એફોર્ડેબલ હાઉસીગ, આઇ.ટી કનેક્ટીવિટી અને ડિજીટલાઇઝેશન નોન મોટોરાઇડ ટ્રાન્સપોર્ટ, સીવેજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરનાં વિવિધ પ્રોજેક્ટોમાં નોંઘપાત્ર કામગીરી કરવામાં આવી છે. 

મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પસંદગી પામેલા 100 શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં 20 શહેરોમાંથી મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક અપાય છે. જો કે સુરત આ મિશનમાં પ્રથમ ક્રમે છે જે ખુબ જ આનંદની વાત છે. આ ગુજરાત માટે ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ અને સુરતનો સમાવેશ થતા ગુજરાત માટે ગૌરવની બાબત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news