President Ramnath Kovind આવતીકાલે ગુજરાતની મુલાકાતે, મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળશે
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) આવતીકાલથી બે દિવસ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા, વહીવટી અને પોલીસ (Gujarat Police) તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) આવતીકાલથી બે દિવસ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા, વહીવટી અને પોલીસ (Gujarat Police) તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે બપોરે દિલ્હીથી (Delhi) અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) સીધા જ રાજ ભનવ જશે.
રાજ ભવનથી (Raj Bhavan) સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિરના (Mahatma Mandir) પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના (Central University) ત્રીજા દીક્ષાંત સમારોહમાં (Dikshant Ceremony) હાજરી આપશે અને ત્યાંથી તેઓ રાજ ભવન પરત ફરશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 24 મી તારીખે મોટેરા સ્ટેડિયમના (Motera Stadium) ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારત અને ઇંગ્લેન્ડ (India vs Englend) વચ્ચે રમાતી ટેસ્ટ મેચ નિહાળીને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.
રાષ્ટ્રપતિના (President) આગમનને લઇને ગાંધીનગરમાં (Gandhinagar) ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 SP, 6 DySP, 15 PI સહિત 400 પોલીસ કર્મચારી અધિકારીઓ ગાંધીનગર મહાત્મા મંદિર અને રાજ ભવન વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવશે. સેન્ટ્રલ યુનિવર્સિટીના (Central University) પદવીદાન સમારંભની તૈયારીઓ ફુલ જોશમાં મહાત્મા મંદિરમાં (Mahatma Mandir) કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ યુનિવર્સિટીના 244 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે