PM Modi બોલ્યા- ભારતનું ડિફેન્સ સેક્ટર બન્યું મજબૂત, 40 દેશોને હથિયાર નિકાસ કરીએ છીએ
PM Narendra Modi એ આજે રક્ષા મંત્રાલય (Defence Ministry) દ્વારા આયોજિત વેબિનાર (Webinar) ને સંબોધિત કર્યો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રક્ષા મંત્રાલય (Defence Ministry) દ્વારા આયોજિત વેબિનાર (Webinar) ને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે આત્મનિર્ભર ભારતથી દેશનું ડિફેન્સ સેક્ટર મજબૂત થયું છે અને આજે ભારત 40થી વધુ દેશોને હથિયાર નિકાસ કરે છે.
સરકાર બનાવી રહી છે રોડમેપ
વેબિનારને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે બજેટ બાદ ભારત સરકાર અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે ચર્ચા કરીને બજેટની જોગવાઈઓને કેવી રીતે ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવે અને બજેટ માટે સાથે મળીને કેવી રીતે રોડમેપ તૈયાર થાય તેના પર ચર્ચા કરી રહી છે. તેમણે કહ્યું કે આજે રક્ષા મંત્રાલયના વેબિનારમાં ભાગ લઈ રહેલા તમામ પાર્ટનર્સ, સ્ટેક હોલ્ડર્સની સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો છે.
શાંતિકાળમાં પાડેલો પરસેવો યુદ્ધમાં લોહી પાડતા બચાવે છે
પીએમ મોદીએ કહ્યું કે જ્યાં આપણા વીર જવાનો ટ્રેનિંગ લે છે, ત્યાં આપણે કઈંક એવું લખેલું જોઈએ છીએ કે શાંતિકાળમાં પાડેલો પરસેવો, યુદ્ધકાળમાં લોહી પાડતા બચાવે છે. એટલે કે શાંતિની પ્રી કન્ડિશન છે વીરતા. વીરતાની પ્રી કન્ડિશન છે સામર્થ્ય. સામર્થ્યની પ્રી કન્ડિશન છે પહેલેથી કરાયેલી તૈયારી.
રક્ષા ક્ષેત્રના સૌથી મોટા આયાતકારોમાંનું એક ભારત
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે ભારત રક્ષા ક્ષેત્ર (defence sector) માં દુનિયાના સૌથી મોટા આયાતકાર દેશોમાંથી એક છે. કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં ભારત એક પણ વેન્ટિલેટરનું ઉત્પાદન કરી શકતું નહતું. પરંતુ આજે આપણે અનેક વેન્ટિલેટરનું ઉત્પાદન કરીએ છીએ. એ જ પ્રકારે આપણી પાસે આપણા ઉત્પાદનો બનાવવા માટે પૂરતી પ્રતિભા છે.
ડિફેન્સ આઈટમ ભારતમાં બનાવવા પર ભાર
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે ડિફેન્સ સંબંધિત એવા 100 મહત્વપૂર્ણ ડિફેન્સ આઈટ્મ્સનું લિસ્ટ બનાવ્યું છે જેને આપણે આપણી સ્થાનિક ઈન્ડસ્ટ્રીની મદદથી જ મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. આ માટે ટાઈમલાઈન એટલા માટે રખાઈ છે જેથી કરીને આપણી ઈન્ડસ્ટ્રી આ જરૂરિયાતોને પૂરી કરવાનું સામર્થ્ય મેળવવા માટે પ્લાન કરી શકે.
આત્મનિર્ભરતાની ભાષામાં આ પોઝિટિવ યાદી
સરકારી ભાષામાં આ નિગેટિવ યાદી છે પરંતુ આત્મનિર્ભરતાની ભાષામાં આ એક પોઝિટિવ લિસ્ટ છે. આ એવું પોઝિટિવ લિસ્ટ છે જેના દમ પર આપણી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધવાની છે. આ એવું પોઝિટિવ લિસ્ટ છે જે ભારતમાં જ રોજગાર નિર્માણનું કામ કરે. જે પોતાની રક્ષા જરૂરિયાતો માટે આપણી વિદેશો પર નિર્ભરતા ઓછું કરનારી છે. આ એવું પોઝિટિવ લિસ્ટ છે જેના કારણે ભારતમાં બનેલી પ્રોડક્ટ્સની ભારતમાં વેચાણની ગેરંટી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે