રથયાત્રા ન કાઢી કરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું: પ્રવીણ તોગડીયા

કોરોના વાયરસની મહામારીને જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવાની મંજૂરી મળી ન હતી. ત્યારે આ મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 143 વર્ષની પરંપરા પ્રમાણે નિકળવી જોઈતી હતી. રથયાત્રા ન કાઢીને કોરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું છે. પરંપરાને કાયદામાં લો કહેવા છે.
રથયાત્રા ન કાઢી કરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું: પ્રવીણ તોગડીયા

ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવાની મંજૂરી મળી ન હતી. ત્યારે આ મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 143 વર્ષની પરંપરા પ્રમાણે નિકળવી જોઈતી હતી. રથયાત્રા ન કાઢીને કોરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું છે. પરંપરાને કાયદામાં લો કહેવા છે.

કોરોના ન ફેલાય, શહેરના લોકોની રક્ષા થયા એવી મારાથી વધારે ચિંતા કરનાર કોઈ નહીં હોય, પરંતુ પરંપરા જળવાય અને શહેરના લોકોની કોરોનાથી રક્ષા થયા બંને શક્ય હતું. ઓરીસ્સામાં નવીન પટનાયકની સરકારે રથયાત્રા માટે કાર્ય કર્યું હતું. અહીંની ભાજપ સરકારે હાઇકોર્ટમાં અરજી કરી અને રાત્રે 3 વાગે હુકમ આવ્યો જેથી સુપ્રીમમાં ન જઈ શકાયું. ગુજરાત સરકારને હિન્દુઓની પરંપરા તોડવામાં રસ હતો.

કોર્ટનો આદેશ હિન્દુઓની પરંપરા તોડવા માટે જ છે. અગિયારસના દિવસે ભગવાન આશીર્વાદ આપવા માટે નિકળે એવી માગ કરુ છું. હાઇકોર્ટ અને સરકારનું સન્માન જળવાય તે માટે મંદિરના મહંત પોતાના ભગવાન જગન્નાથને માથે લઇને નિકળે. આ ધર્મ અને એનર્જીનું સાયન્સ છે. દેવ પોઢી અગિયારસના દિવસે રથયાત્રા નિકળે. રથયાત્રા પર પ્રતિબંધ છે.

ભગવાન જગન્નાથને મંદિરની બહાર નિકળવા પર કોઈ ન રોકી શકે. મંદિરની રથયાત્રા માટે 35 વર્ષથી અમે, અમારા સાથીઓએ કુરબાની આપી છે. ગૌચરના કૌભાંડથી ડરીને ટ્રસ્ટીઓ પાણીમાં બેસી ગયા છે. મંદિરના ટ્ર્સ્ટીઓ તાત્કાલિક રાજીનામું આપે. મંદિર પરંપરા માટે છે. તમારા દેખાડા માટે નહીં. ગુજરાત સરકારે પણ અનેક સવાલના જવાબ આપવાની જરૂર છે.

શા માટે છેલ્લી ઘડીએ રથયાત્રા માચે હાઇકોર્ટમાં ગયા. ભગવાનની પરિક્રમા દેવપોઢી અગિયારસે પુરી કરવામાં આવે. જો જગન્નાથ પુરીમાં કોરોના ના વધવાનો હોય તો અમદાવાદમાં કઈ રીતે વધે? બંને માટે અલગ કાયદો કેમ? મંદિરના ટ્ર્સ્ટીઓને કહેવું છે કે, તમે ભગવાનને લઇને નિકળો કોઈની પરમીશન લેવાની જરૂરનથી.

હું આંદોલન કરવાના પક્ષમાં કોરોનાના કારણે નથી. સામાજિક દબાણ ઉભું કરી ભગવાનની પરિચર્યા કરાવીશ. હું માનતો હતો કે પરંપરાને કોઈ રોકશે નહીં અનુમતી મળી જશે. માટે કોર્ટનો કોઇ એપ્રોચ કર્યો નહતો. મંદિર અને સરકાર પ્રયત્નો કરતા હતા. સતત સરકાર એવું કહેતી હતી કે, રથયાત્રા નીકળશે પણ રથયાત્રા ન નીકળી. આ ઘટનામાં હિન્દુઓ સાથે મોટું ષડયંત્ર રયાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news