સાચા અર્થમાં પોલીસ બની પ્રજામિત્ર, ફરિયાદ કરો એટલે વસ્તું પાતાળમાંથી પણ શોધી આપતું અનોખુ પોલીસ સ્ટેશન
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : એક એવું પોલીસ સ્ટેશન જ્યા ચોરીના કેસમાં ફરિયાદીઓ ખુશ થઇને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે છે. વટવા પોલીસ મોબાઈલ શોધી ભોગ બનનારને પરત આપવામાં આવે છે. આવું એક કિસ્સાનાં નહી પરંતુ 142 મોબાઈલ પોલીસ પરત આપાવ્યા છે. અમદાવાદ શહેરના વટવા પોલીસ મથકના પીઆઈ એચ વી સિસારા દ્વારા આશરે 2 વર્ષ પહેલા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ગુમ થવાની ફરિયાદ લઈને આવતા ભોગ બનનારની માત્ર અરજી લેવામાં આવતી હતી. બાદમાં તે મોબાઈલના IMEI નંબરને સતત મોનિટરગ કરવામાં આવે છે. જ્યારે પણ મોબાઈલ શરૂ થાય ત્યારે તેને ટ્રેક કરી શોધી લેવામાં આવે છે. અને ફરિયાદીને પરત સોંપી દેવાય છે.
બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ કામગીરી હવે રંગ લાવી છે. જેમા પોલીસે 198 મોબાઈલ સંબંધે અરજી આવી હતી. જેમાથી 142 મોબાઈલ પોલીસે શોધી ફરિયાદીઓને પરત આપ્યા છે. ત્યારે અન્ય વધુ મોબાઈલની શોધ શરૂ જ છે. પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી અનેક ચોર ટોળકી પણ પોલીસના હાથે ઝડપાય ચુકી છે. શહેરના વટવા આસપાસના વિસ્તારોમાં કે જ્યાં મધ્યમ વર્ગના લોકોના રહેણાંક છે. આ લોકો માટે હજારનો મોબાઈલ ચોરી થાય તે પણ તેમના માટે મોટી વાત છે. આવા એક બે નહી પરંતુ 142 લોકો છે કે જેમને પોલીસે મોબાઈલ પરત અપાવ્યા છે. અને મોટા ભાગના લોકોને મોબાઈલ પરત આવશે તેવી કોઈ આશા જ ન હતી.
શહેરના પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓ હંમેશા પોલીસ કર્મીઓને સારુ વર્તન અને ફરિયાદી સાથે ગેરવર્તણુક ન કરવાની સલાહ આપતા હોય છે. પરંતુ વટવા પોલીસે શરૂ કરેલી આ કામગીરીથી પોલીસે પ્રજાનો મિત્ર છે એ સાર્થક કરી બતાવ્યું છે. ત્યારે પોલિસ અધિકારી અને પોલીસ કર્મીઓને પણ આ કામગીરી કર્યા બાદ કામ નો સંતોષ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે