પોસ્ટકાર્ડ કેમ્પેઇન: ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લખ્યુ આર્મી ચીફને પોસ્ટકાર્ડ
પુલવામા શહીદ થયેલા સૈનિકો માટે ગુજરાત ભાજપ દ્વારા આજે રાજ્યભરમા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પોસ્ટ કાર્ડ લખવાનો ભાજપના કાર્યકર્તાઓ તથા આમ જનતાને અપીલ કરવામા આવી આ પોસ્ટ કાર્ડ તેમણે આર્મી ચીફને લખવાનો અનુરોધ કર્યો. જેની શરૂઆત તેમણે પોતે કરી પોસ્ટ કાર્ડમાં લખાયેલા લખાણની જો વાત કરવામાં આવે તો તેમા લખવામાં આવ્યુ છે, કે અમે સૌ આપ અને સૈનિકોની સાથે છીએ અમને આપના પર ગર્વ છે, we are with you and soldiers. we proud of you. શહિદ સૈનિકોને શ્રધ્ધાજંલિ..
Trending Photos
કિજલ મિશ્રા/અમદાવાદ: પુલવામા શહીદ થયેલા સૈનિકો માટે ગુજરાત ભાજપ દ્વારા આજે રાજ્યભરમા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પોસ્ટ કાર્ડ લખવાનો ભાજપના કાર્યકર્તાઓ તથા આમ જનતાને અપીલ કરવામા આવી આ પોસ્ટ કાર્ડ તેમણે આર્મી ચીફને લખવાનો અનુરોધ કર્યો. જેની શરૂઆત તેમણે પોતે કરી પોસ્ટ કાર્ડમાં લખાયેલા લખાણની જો વાત કરવામાં આવે તો તેમા લખવામાં આવ્યુ છે, કે અમે સૌ આપ અને સૈનિકોની સાથે છીએ અમને આપના પર ગર્વ છે, we are with you and soldiers. we proud of you. શહિદ સૈનિકોને શ્રધ્ધાજંલિ..
આ અગે ઝી 24 કલાક સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સૈના આપણી માટે ખડે પગ ઉભી રહે છે. ત્યારે એક ભારતીય તરીકેએ તમામ કામ કરવા જોઇએ જેનાથી તેમને પીઠબળ મળે. જેની માટે આ પહેલ કરવામા આવી છે જો કે, હજુ સુધી શહીદ થયેલા પરિવારોને આર્થિક મદદ કઇ રીતે કરી શકાયએ માટે ભાજપની કોઇ નક્કર યોજના આવી નથી. તો બીજી તરફ કોગ્રેસના ધવલ સિહ પરમાર દ્વારા ધારાસભ્ય તરીકેનો 3 મહિનાનો પગાર શહિદોના પરિવારને આપવાની જાહેરાત કરવામા આવી છે. જો કે ભાજપ તરફથી હજુ કોઇ મહત્વ પૂર્ણ જાહેરાત કરવામા આવી નથી.
પુલવામા થયેલા આંતકી હુમલાના ઘા રૂઝાયા નથી દેશભરમાં જ્યાં એક તરફ પાકિસ્તાન માટે ફિટકાર અને ધિક્કારની ભાવના છે. ત્યાં બીજી તરફ દેશ એક સાથે શહીદોના પરિવાર સાથે ઉભુ છે. કેટલાક લોકો સ્વયંભૂ રીતે પરિવારોને આર્થિક મદદ જાહેર કરી છે. અમદાવાદના પ્રખ્યાતરાયપુર ભજિયા હાઉસ દ્વારા એક દિવસનો વકરો આર્મી વેલફેર ફંડમા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યા કેટલાક કોર્પોરેટ હાઉસ દ્વારા પણ સમગ્ર સ્ટાફનો એક દિવસનો પગાર શહીદ પરિવારોના એકાઉન્ટમા આપવાની જાહેરાત કરાઇ છે.
સુરત: ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં લાગી આગ, લોકોમાં મચી ભાગદોડ
જો કે ભાજપ દ્વારા હજુ કોઇ પહેલ કરાઇ નથી. પરંતુ આ રીતે લોકો દ્વારા કરાયેલા પ્રયાસને બિરદાવવામા આવ્યુ છે. રાજ્ય ભરમા અલગ અલગ સ્થાનોમાં ભાજપના પદાધિકારીઓ તથા મંત્રીઓની આગેવાનીને શ્રધ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમા અમદાવાદમાં ભાજપ ચૂંટણી પ્રભારી ઓમ માથુર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઘટનાને વખોડી હતી. અને જણાવ્યુ હતુ કે, આતંકી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવે .અલગાવ વાદીઓની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે.
રજા પૂર્ણ થતા જવાને પરત કાશ્મીરમાં ફરજ પર જવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત
જેનાથી એમના મનોબળ પર અસર પડશે.જે લોકોને આવી ઘટનાને મદદ કરી હશે એમને છોડવામાં નહીં આવે. નવજોતસિંહ સિંદ્ધુ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમના નિવેદન અંગે તેમની પાર્ટીના જ રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવું જોઈએ સાથે જ પરેશ ધાનનીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દેશની સરકાર સાથે હોવાની વાત કરી છે. ત્યારે નાના અને છૂટભૈયા નેતાઓની વાતનું કોઈ વજન રહેતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે