HCમાં હાર્દિકની સજા મોફૂક કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટના સજાના હુકમને મોકૂફ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાર્દિકની અરજી પર સુનાવણી હાથ ધરાઇ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

HCમાં હાર્દિકની સજા મોફૂક કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રસના નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે હાર્દિકની આ અરજી પર સુનાવણી હાથ ધરાઇ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાટીદાર નેતાનું પદ છોડી હવે હાર્દિક પટેલે રાજકારણમાં ઝપલાવ્યું છે. ત્યારે 12 માર્ચના કોંગ્રેસની CWC બેઠકમાં હાર્કિદ પટેલ સત્તાવરા રીતે પાર્ટીમાં જોડાયો હતો. જોકે, રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા કોઈ અવરોધો વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ત્યારે હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટના સજાના હુકમને મોકૂફ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અગાઉ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ધોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી છે. જો કે, હવે આ કેસ અન્ય કોઈ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેને લઇ સજા મોકૂફ રાખવાની અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણનું નિવેદન આપ્યું હતું. ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય લડત પણ આપી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news