ભેંશ ભાગોળેને છાશ છાગોળે, રાજુલામાં જે રોડ જ નથી તેના મુદ્દે ભાજપ-કોંગ્રેસે રાજકારણ ચાલુ કર્યું

રાજુલાના હિંડોરણા ચોકડી થી સાવરકુંડલા બાઢડા સુધીનો 30 કિલોમીટર નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ અતિ બિસ્માર છે. છેલ્લા દસ વર્ષથી બન્યો નથી રાહદારીઓ વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. આ રસ્તો બનાવવા સ્થાનિક ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી છે તો સાંજે કહું મંજૂર થઈ ગયો છે અને પ્રભારી મંત્રીએ કહ્યું ટૂંક સમયમાં જ ખાતમુરત છે. ત્યારે જોઈએ આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

ભેંશ ભાગોળેને છાશ છાગોળે, રાજુલામાં જે રોડ જ નથી તેના મુદ્દે ભાજપ-કોંગ્રેસે રાજકારણ ચાલુ કર્યું

અમરેલી : રાજુલાના હિંડોરણા ચોકડી થી સાવરકુંડલા બાઢડા સુધીનો 30 કિલોમીટર નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ અતિ બિસ્માર છે. છેલ્લા દસ વર્ષથી બન્યો નથી રાહદારીઓ વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. આ રસ્તો બનાવવા સ્થાનિક ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી છે તો સાંજે કહું મંજૂર થઈ ગયો છે અને પ્રભારી મંત્રીએ કહ્યું ટૂંક સમયમાં જ ખાતમુરત છે. ત્યારે જોઈએ આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામથી રાજુલા તાલુકાના હિંડોરણા ચોકડી સુધીનો આ છે નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ છે. આ રોડ ઉપરથી રોજના હજારો કન્ટેનર અને અન્ય વાહનો પસાર થાય છે. છેલ્લા આઠ-દસ વર્ષથી આ રસ્તો રીપેર થયો નથી. રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. 30 કિલોમીટરનું અંતર કાપતા લગભગ બે કલાક જેટલો સમય વેડફાય છે. આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો તથા સ્થાનિક રહેવાસીઓ કંટાળી ગયા છે. વાહન ખરાબ થાય બિમાર દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે અનેક વખત જોખમો ઉભા થયા છે. ઉપરાંત ખેડૂતો પોતાના માલ લઈને આવતા ટ્રેક્ટરોમાંથી મોટામાં ખાડાઓને કારણે મોટી પરેશાની ભોગવી રહ્યા છે. સૌથી પહેલા સાંભળીએ વાહનચાલકો અને સ્થાનિકો શું કહે છે.

રાજુલાના હિંડોળા ચોકડીથી બાઢડા સુધીનો પ્રગતિ પથનો રસ્તો મંજૂર થઈ ગયો છે. 19 કરોડના ખર્ચે આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ તેનું ખાતમુરત પણ કરવાનું છે. અમરેલીના સાંસદ કાછડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસ માત્રને માત્ર રાજકારણ કરે છે. કામ મંજૂર થાય એટલે આંદોલન કરવાની ચીમકી આપી લોકોને ગુમરાહ કરે છે. તેઓ સ્પષ્ટ આક્ષેપ આ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર ઉપર મુકતા ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજુલા વિસ્તારના ધારાસભ્ય તત્કાલીન મંત્રી નીતિન પટેલ સહિતના જવાબદારો સાથે વાતચીત કરી આ રસ્તાને વહેલી તકે કાર્યરત કરી નવો બનાવવાની રજૂઆતો કરી હતી. જેના આધારે આ રોડ ધારાસભ્યને મળતી અને ફાળવાયેલી ગ્રાન્ટમાંથી 52 કરોડ રૂપિયા આ રોડ માટેના નાળા પુલિયા માટેના આપ્યા હતા. જે કામ આજે પૂર્ણતાને આરે છે વાત છે આ રસ્તો નવો બનાવવાની ત્યારે 19 કરોડમાંથી સરકારે હાલ માત્ર નવ કરોડ રૂપિયા મંજુર કરી ફાળવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ ડામર નહીં મળવાને કારણે વિલંબિત થયો છે. આ રસ્તો વહેલી તકે બને અને સારો બને રસ્તાનું ખાતમુરત કોઈપણ કરે તેની સામે અમને કોઈ વાંધો નથી તેમ અમરીશ ડેરે જણાવી માત્રને માત્ર લોકોની સમસ્યા દૂર થાય એ દિશામાં તેમણે તેના વિચારો રજૂ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news