CBI ની ઓફિસમાં થયો કોરોના વિસ્ફોટ, એકસાથે 68 કર્મચારી નિકળ્યા પોઝિટિવ

મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત CBI ઓફિસમાં કામ કરતા લગભગ 68 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રીય એજન્સીના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી.

CBI ની ઓફિસમાં થયો કોરોના વિસ્ફોટ, એકસાથે 68 કર્મચારી નિકળ્યા પોઝિટિવ

મુંબઈ: મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત CBI ઓફિસમાં કામ કરતા લગભગ 68 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રીય એજન્સીના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી.

235 લોકોનો કોરોના ટેસ્ટ
તેમણે જણાવ્યું કે સીબીઆઈએ બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને BKC ઓફિસમાં કામ કરતા 235 લોકોને કોવિડ-19 તપાસ કરવા કહ્યું હતું.

68 કર્મચારીઓ નિકળ્યા પોઝિટિવ
તેમણે કહ્યું, 'આ 235 લોકોમાંથી 68 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તપાસ કરનારાઓમાં અધિકારીઓ પણ સામેલ હતા. સંક્રમિતોને ઘરમાં જ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં કોરોનાના રેકોર્ડ કેસ
તમને જણાવી દઈએ કે શનિવારે મુંબઈમાં કોરોનાના 20,318 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 5 કોરોના સંક્રમિતોના મોત થયા છે. હાલ મુંબઈમાં 120 ઈમારતો સીલ કરવામાં આવી છે. શહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news