બાળકી દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં પોલીસે 13 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી

સુરતના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી હતી. પડોશમાં રહેતા 27 વર્ષીય હવસખોર દિનેશ દશરથ બૈસાણે બાળકીને નાસ્તો આપવાની લાલચે અપહરણ કર્યુ હતું.

બાળકી દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં પોલીસે 13 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી

ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર બાળકી દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં સુરત પોલીસે 13 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 232 પાનાની ચાર્જશીટમાં 69 સાક્ષીઓ બનાવવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી 7 જેટલા કેસમાં ડીસીપી વિધિ ચૌધરીએ એક મહિનાની અંદર ચાર્જ શીટ બનાવી આરોપીઓને ફાંસી અથવા તો અજીવનકેદની સજા સુધી પહોંચાડ્યા છે.

સુરતના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી હતી. પડોશમાં રહેતા 27 વર્ષીય હવસખોર દિનેશ દશરથ બૈસાણે બાળકીને નાસ્તો આપવાની લાલચે અપહરણ કર્યુ હતું. વડાપાઉં પાર્સલ કરાવી રિક્ષામાં હવસખોર દિનેશ બાળકીને લઈ ઉધનાના લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલમાં ગયો હતો. જ્યાં ઝાડી-ઝાખરામાં બાળકીને લઈ જઈ તેના રેપ કરવાની કોશિશ કરી હતી. બાળકીએ પ્રતિકાર જેથી હવસખોરે પથ્થર બાળકીના માથામાં મારી હત્યા કરી હતી. 

બાળકીના  રેપ વીર્થ મર્ડર કેસમાં 13 દિવસના ટૂંકા ગાળામાં જ પાંડેસરા પોલીસે 232 પાનાની ચાર્જશીટ મંગળવારે કોર્ટમાં ફાઇલ કરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રથમ કિસ્સો કહી શકાય. વધુમાં 232 પાનાની ચાર્જશીટમાં પોલીસે 69 સાક્ષીઓ, એફએસએલના પૂરાવા, સીસીટીવી કેમેરા તેમજ બનાવવાળી જગ્યાનો નકશો સહિતના પુરાવા મુકયા છે. 

ખાસ કરીને આરોપી દિનેશ દશરથ બૈસાણે જાતે બનાવવાળી જગ્યા બતાવી છે, આરોપીના કપડા પર બાળકીના લોહીના ડાઘ મળ્યા, બાળકીએ આરોપીનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપીને નખ માર્યો અને હાથમાં બચકું ભર્યુ તેના નિશાનો મળ્યા છે. ઉપરાંત જે રિક્ષામાં આરોપી બાળકીને લઈને ગયો તે રિક્ષાચાલક અને નાસ્તાની દુકાન પરથી વડાપાઉ પાર્સલ કરાવ્યું તે દુકાનદારે પણ આરોપીને ઓળખી બતાવ્યો છે. આરોપીએ રેપ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી.

ઉલ્લેખનિય છે કે અગાઉ ડીંડોલી ,સચીન સહિતના છ જેટલા બનાવમાં ખુદ ડીસીપી  વિધિ ચૌધરી દ્વારા મહેનત કરવામાં આવી હતી અને એક મહિનાની અદર ચાર્જ સીટ રજુ કરી આરોપીઓને ફાંસી અથવા તો અજીવનકેદ ની સજા સુધી પહોંચાડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news