તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો

લાંબા, ઘેરા અને કાળા વાળ માટે ઘરે બેઠાં કરો આસાન ઉપાય. ક્યારેય નહીં થાય વાળને સંબંધિત કોઈ સમસ્યા

તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો

 

ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા, ઘેરા અને કાળા વાળ કોને ન ગમે? દરેક લોકો વાળને લાંબા,ઘેરા અને કાળા કરવાની કોશિશમાં લાગેલા હોય છે.પણ જોઈતું પરિણામ ન મળતાં નિરાશ થઈ જાય છે. પરંતુ હવે તમારે નિરાશ થવાની જરૂર નથી.અમે લઈને આવ્યા છીએ વાળ લાંબા, ઘેરા અને કાળા કરવાનો ઘર ગથ્થુ ઉપાય. જી હા વાળના વિકાસ માટે ડુંગળીનો રસ કારગર મનાય છે. તેના નિયમિત પ્રયોગ એન્ટી ઓક્સિડેન્ટ એન્ઝાઈમ્સના સ્તરને વધારે છે. જેને કૈટેકલ કહેવાય છે.

ડુંગળીનો રસ
ડુંગળીના રસમાં સલ્ફર હોય છે. જે તમારા માથાના છિદ્રોને પોષણ આપે છે અને તેને ફરીથી સક્રિય કરવામાં મદદ કરે છે. સલ્ફર વાળને પાતળા થવાથી અને તૂટવાથી બચાવે છે. ડુંગળીના રસમાં રહેલા એન્ટીએક્સિડેન્ટ વાળને સફેદ થતા અટકાવે છે. ડુંગળીના રસનો ઉપયોગ કરીને વાળને લાંબા, ઘેરા અને મજબૂત બનાવે છે...

કબજિયાત, એસીડીટી કે બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છો? તો આ વસ્તુ ખાવ તકલીફ થઇ જશે છુમંતર
કેસ્ટર ઓઈલ અને ડુંગળીનો રસ
કેસ્ટર ઓઈલમાં બે મોટી ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને સારી રીતે માથામાં લગાવીને માલિશ કરો.એક કલાક પછી શેમ્પુથી વાળને ધોઈ લો. આ તેલને દિવસમાં બે વાર લગાવવાથી ફાયદો થશે

ઓલિવ ઓઈલ અને ડુંગળીનો રસ
ડુંગળીના રસની ત્રણ મોટી ચમચી અને ઓલિવ ઓઈલ તેલનું મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રથી માથામાં 5 મિનિટ સુધી મસાજ કરો. બે કલાક  બાદ શેમ્પુથી વાળ ધોઈ લો. બે દિવસમાં એકવાર આ તેલને લગાવવાથી ફાયદો થશે.

ડુંગળીનો રસ, નારિયેળ તેલ અને ટી-ટ્રી ઓઈલ
એક નાની વાટકીમાં બે ટેબલ સ્પૂન ડુંગળીનો રસ, બે ટેબલ સ્પૂન નારિયેળ તેલ અને પાંચ ટીપા ટી-ટ્રી ઓઈલને મિક્સ કરો. બે મિનિટ સુધી માલિસ કરો અને તેને શાવર કેપથી કવર કરી લો..30 મિનિટ સુધી રાખ્યા પછી શેમ્પુથી ધોઈ લો. આ બધા પ્રયોગથી તમારા વાળ ટૂંક જ સમયમાં ઘેરા,કાળા,લાંબા અને મજબૂત બની જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news