જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્નર નોટીસ

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે 3 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્નર નોટીસ

મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે 3 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઇને જયેશ પટેલા વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ પણ જાહેર કરાવમાં આવી છે. તેમજ સાથે સાથે પોલીસે તેને ભાગેડુ પણ જાહેર કર્યો છે.

જામનાગરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તેમજ તેના વકીલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભૂમાફિયા જયેશ પટેલ સામે 3 જુદી જુદી ફરિયાદ નોંધાઇ છે. જેમાં 7.5 કરોડ, 10 કરોડ અને 12.5 કરોડ રૂપિયા એમ કુલ 30 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગ્રીન સીટી વિસ્તારમાં કરોડોની જમીન પચાવી પાડવા મામલે જયેશ પટેલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા જયેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત જયેશ પટેલ અગાઉ પણ 100 કરોડના જમિન કૌભાંડ અને વકીલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news