રૂપિયાની લેતી દેતી મામલે થયેલા હુમલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: રૂપિયાની લેતી દેતી મામલે થયેલા હુમલામાં પોલીસે બે આરોપી ભાઈની ધરપકડ કરી છે. ગોધરા કાંડના નિર્દોષ છુટેલા તોહમતદાર પર બે ભાઈઓએ હુમલો કર્યો હતો. પરંતુ હુમલાના 15 દિવસ પહેલા ભોગ બનનારે આરોપીની માતાને લાકડી વડે માર મારતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમા રહેલા આ બે ભાઈઓના નામ આદીલ આજીજીભાઈ શેખ અને અલ્તાફ આજીજીભાઈ શેખ. આ બન્ને આરોપી એ ઉમેશ ભરવાડ નામના યુવક પર 30 તારીખે જુવલેણ હુમલો કર્યો હતો. જે બનાવ સીસીટીવી માં પણ કેદ થયો. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે અક્ટિવા પર આવેલા આ બે ભાઈઓએ હુમલો કર્યો હતો. જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.
આદીલ અને અલ્તાફની પુછપરછ કરી ધરપકડ કરતા સામે આવ્યુ કે, 13 તારીખે આ ઉમેશ ભરવાડ કે જે ગોધરા કાંડનો નિર્દોશ છુટેલો તોહમતદાર છે અને તેના પર બે ભાઈઓએ હુમલો કર્યો હતો. હુમલા પાછળનુ કારણ એવુ સામે આવ્યું કે પિતાની સારવાર માટે ઉમેશ પાસેથી 1.20 લાખ રુપિયા ઉછીના લીધા હતા. અને તે રૂપિયાની ઉઘરાણી માટે તેણે બન્ને આરોપીની માતા અકતરીબેન ઉર્ફે મુન્નીબેન પર લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે