અક્ષય કુમાર બાદ ભાઈ પ્રહલાદ મોદીએ કરી PM નરેન્દ્ર મોદીના બાળપણ વિશે દિલ ખોલીને વાત

PM મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પણ ઝી 24 કલાક સાથેના ઈન્ટરવ્યૂમાં તેમની બાળપણની યાદ તાજા કરી હતી.

અક્ષય કુમાર બાદ ભાઈ પ્રહલાદ મોદીએ કરી PM નરેન્દ્ર મોદીના બાળપણ વિશે દિલ ખોલીને વાત

અમદાવાદ :ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે આજે પીએમ મોદીનો જે ખાસ ઈન્ટરવ્યૂ લીધો, તેમાં એવી બાબતો સામે આવી જે વડાપ્રધાને પહેલીવાર લોકો સમક્ષ કહી હતી. તેમનુ બાળપણ, યુવાનીકાળ, સ્વાસ્થયની કેર, આર્યુવેદમાં રસ, કેરી ગમે છે કે નહિ, ગુસ્સા પર કન્ટ્રોલ કેવી રીતે કરે છે, જેવી અનેક બાબતો વિશે તેમણે દિલ ખોલીને વાત કરી. ત્યારે PM મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પણ ઝી 24 કલાક સાથેના ઈન્ટરવ્યૂમાં તેમની બાળપણની યાદ તાજા કરી હતી.

પ્રહલાદ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ વિશે કહ્યું કે, તેમની ઈચ્છાઓ વિશે તો હું કઈ કહી શક્તો નથી. કેમ કે, તેઓ દેશના વડાપ્રધાન બન્યા તેના બાદ જ પોતાના મનના વિચાર લોકોની સામે રાખવાનુ શરૂ કર્યું. પહેલે તો મનના વિચારો ક્યારેય પરિવાર સામે વ્યક્ત કર્યા જ નથી. તેઓ નાના હતા, તો દરેક જાતિના લોકોના મિત્ર હતા. ગનીભાઈ મન્સુરી, બાબુ સથવારા, દશરથ પટેલ, શામળ મોદી તેમના બાળપણના ગાઢ મિત્રો હતા. આ બધા સાથે તેઓ રમતા અને ભણતા હતા. બાળપણમાં પિતાને ચાના સ્ટોલ પર મદદ કરવા બધા જ ભાઈ મદદ કરતા, પણ તેઓ વધુ કરતા હતા. પરિવારને પોતાની રીતે કેવી રીતે વધુ મહેનત કરી શકાય તે તેમનો પ્રયાસ રહેતો. 

પીએમ મોદીના ઘર છોડવાની વાત પર તેમના ભાઈએ કહ્યું કે, તેમણે 70ના દાયકામાં ઘર છોડ્યું, ત્યારે પરિવાર સામે એક જ વાત મૂકી હતી કે, તેમને રાષ્ટ્રની સેવા કરવી છે. તેમણે પરિવાર સામે આ વાત મૂકી, અને માતાપિતાએ જવા દીધા. પરિવારે તે સમયે પણ દુખ વ્યક્ત કર્યું ન હતું, અને આજે પણ દુખ નથી બતાવતું. પરિવાર ખુશ છે. પરિવાર વારે-તહેવારે તેમને યાદ કરે છે, પણ અમારા સમાજમાં ભૂલવાની શક્તિ ભગવાને આપી છે. અમે ભૂલવામાં માહિર છીએ. અમે રોજ પ્રાર્થના કરીએ છીએ, કે અમારો ભાઈ દિવસેને દિવસે આગળ વધે, રાષ્ટ્ર સેવા કરે.

પીએમ નરેન્દ્ર મોદીએ ઘર છોડ્યુ ત્યારે તેમના માતાના દિલ પર શુ વિતી તે વિશે તેમના ભાઈએ કહ્યું કે, અમે જે પણ છીએ તે માતાપિતાના સંસ્કારને આધિન છીએ. જેઓ પણ નરેન્દ્ર મોદીને પત્થર દિલ કહે છે, તે અમારી માતાના સંસ્કાર છે. 

PMModiFamily.JPG

પીએમ નરેન્દ્ર મોદીની પરિવાર સાથેની તસવીર

પીએમના કલા અને આવડત વિશે તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીને ફિલ્મ જોવાનો શોખ હતો, પણ પરિવારની પરિસ્થિતિને કારણે જઈ શક્તા ન હતા. તેમને ડ્રામા કરવાનો શોખ હતો. નાટકમાં ભાગ લેવાનો શોખ હતો. વડનગરમા સ્કૂલમાં વાર્ષિક ઉત્સવમાં ભાગ લઈને ગુજરાતી જોગીદાસ ખુમાણ નાટકમાં બહાવટયીનો રોલ કર્યો હતો. તેમણે એકાંકી નાટક પણ કર્યું હતું. તેઓ પહેલેથી જ એટીટ્યુડમાં રસ ધરાવે છે. 

તો પીએમના ગુસ્સા વિશે પ્રહલાદ મોદીએ કહ્યું કે, તેમણે પોતાના ભાઈથી બહુ જ થપ્પડ ખાધા છે. પણ, વહીવટી સૂઝબૂઝ તેમનામાં વધુ છે અને કેવી રીતે સામી વ્યક્તિ પાસેથી કામ કરાવવુ છે તેમાં તેઓ માહેર છે. તો લોટાથી ઈસ્ત્રી કરવાની વાત પર તેઓ બોલ્યા કે, નરેન્દ્રભાઈને ઈસ્ત્રીવાળા કપડા પહેરવા ગમે, પણ અમારી પરિસ્થિતિ ન હતી. તેથી અમારા બાપુજીએ તેમને કહ્યું હતું કે, તુ તારી રીતે ઈસ્ત્રી કર, વારંવાર પાડોશી પાસેથી ઈસ્ત્રી માંગવી સારી નહિ. તેથી તેમણે લોટાથી ઈસ્ત્રી કરવાનું શરૂ કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news