Metro Project: PM Modiએ કહ્યું- ગુજરાતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ અધ્યાયનો આરંભ

આજે અમદાવાદ અને સુરતની જનતા માટે મહત્વપૂર્ણ દિવસ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રો અને અમદાવાદ મેટ્રોના ફેઝ-2 નું ભુમિપૂજન કર્યું હતું. ઉત્તરાયણની શરૂઆતમાં જ આજે અમદાવાદ અને સુરતને મહત્વપૂર્ણ ભેટ મળી રહી છે

Metro Project: PM Modiએ કહ્યું- ગુજરાતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ અધ્યાયનો આરંભ

હિતલ પારેખ/ ગાંધીનગર: આજે અમદાવાદ અને સુરતની જનતા માટે મહત્વપૂર્ણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રો અને અમદાવાદ મેટ્રોના ફેઝ-2 નું ભુમિપૂજન કર્યું હતું. ઉત્તરાયણની શરૂઆતમાં જ આજે અમદાવાદ અને સુરતને મહત્વપૂર્ણ ભેટ મળી રહી છે. ગઇકાલે કેવડિયાના નવા રેલ માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત થઇ છે. અમદાવાદથી આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે કેવડિયા સુધી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કાર્યનો શુભારંભ કર્યો હતો.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાષણની શરૂઆત પીએમ મોદીએ ગુજરાતીમાં કરી હતી અને ગુજરાતીમાં ટકોર કરતા પીએમ મોદી કહ્યું હતું કે, અમદાવાદ-સુરતના લોકો હવે ઉધીયા જલેબીમાંથી નવરા પડ્યા હશે. અમદાવાદ અને સુરતમાં મેટ્રોનો પ્રારંભ થઈ રહ્યો છે. 17,000 કરોડના પ્રોજેક્ટનો પ્રાંરભ થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં શહેરી વિકાસના અનેક કામો ગુજરાતમાં કરવામાં આવ્યા છે. કોરોનાના સમયગાળામાં વિકાસના કામો થયા છે. આજે અમદાવાદ મેટ્રોને બીજા ફેઝનું કાર્ય શરૂ થાય છે તે અમદાવાદ માટે મહત્વનું છે. મેટ્રો પ્રોજેક્ટ આવનારા સમયમાં ઉપયોગી બનશે.

2014 પહેલાના 10-12 વર્ષ 250 કિલોમીટરની મેટ્રો લાઈન હતી પણ ત્યારબાદ 450 કિલોમીટર લાઇનનું કામ થયું છે. બે દશક પહેલા સુરતની ચર્ચા પ્લેગ જેવા રોગ માટે થતી હતી પણ આજે સુરતની છાપ બદલાઈ ગઈ છે. સુરતમાં 20 ટકા આબાદી ઝૂંપડામાં રહેતી હતી પણ આજે પાકા મકાનો આપવામાં આવતા ઝૂપંડાઓમાં રહેતા લોકોની ટકાવીરી 6 ટકા થઈ ગઈ છે. ગાંધીનગરની ઓળખ પહેલા સરકારી નોકરી કરનાર કે નિવૃત્ત થતા લોકો માટે થતી હતી પણ આજે તેની ઓળખ યુવાનો દ્વારા થયા છે અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ તેની ઓળખ બની છે.

ગાંધીનગરમાં યુવાનોની તકો પણ વધી છે. ગીફ્ટ સિટી, આધુનિક રેલવે સ્ટેશન જેવા પ્રોજેક્ટની મદદથી નવી ઓળખ બની છે. અમદાવાદને પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું. હવે અમદાવાદની આ હેરિટેજ ઓળખને જાળવીને આધુનિકતા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે ખેડૂતોને સિંચાઈ માટે અલગથી વીજળી આપનાર રાજ્ય તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. ડિજિટલ સેતુ 8 હજાર ગામડાઓ સુધી પહોંચશે. આ કામગીરી માટે ગુજરાત સરકારની તમામ ટીમને અભિનંદન પાઠવું છું. ઘોઘા હજીરા વચ્ચેની રોપેક્ષ સેવા અને જૂનાગઢ રોપવે પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news