10 દિવસ બાદ આ 3 રાશિવાળા છપ્પરફાડ ધનલાભ માટે તૈયાર રહે! સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ઈચ્છાઓ પૂરી થશે

શુક્રની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ડિસેમ્બરની શરૂાતમાં શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. શનિની રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. પોતાના મિત્રની રાશિમાં જવાથી શુક્ર 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. 
 

મકર રાશિમાં ગોચર

1/5
image

ધનના દાતા શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈ ને કોઈ રીતે જરૂર પડે છે. શુક્રને દૈત્યોના ગુરુ પણ કહે છે. આ સાથે શુક્ર સુખ અને સમૃદ્ધિ, ધન વૈભવ, માન સન્માન, પ્રેમ, આકર્ષણ વગેરેના કારક ગણાય છે. આવામાં શુક્રની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ડિસેમ્બરની શરૂાતમાં શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. શનિની રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. પોતાના મિત્રની રાશિમાં જવાથી શુક્ર 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. વૈદિક પંચાંગ મુજબ શુક્ર 2 ડિસેમ્બરના રોજ સવારે 11.46 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ આ રાશિમાં તેઓ 28 ડિસેમ્બર સુધી રહેશે અને પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 

મેષ રાશિ

2/5
image

શુક્ર મકર રાશિમાં ગોચર કરીને મેષ રાશિના દસમા  ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી તમારા અટકેલા કામો પૂરા  થવાની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. વેપાર અને કરિયરના કારણે તમારે કેટલીક મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને ખુબ સફળતા મળવાના યોગ છે. વેપારની વાત કરીએ તો તમને ખુબ ધનલાભની સાથે કોઈ નવો પ્રોજેક્ટ કે ઓર્ડર મળી શકે છે. આ સાથે જ કરિયરમાં તમારા કામના વખાણ થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ થઈ શકે છે. આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે. તથા ધન બચાવવામાં પણ સફળ રહી શકો છો. લવ લાઈવ સારી રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડા સજાગ રહેવાની જરૂર છે. 

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિમાં શુક્ર પાંચમા ભાવમાં ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકો માટે પણ લાભકારી રહી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. નોકરીના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ થઈ શકે છે. રોકાણ, સટ્ટાબાજી વગેરે દ્વારા તમે ખુબ ધન કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ ભવિષ્ય માટે ધન બચાવવામાં પણ સફળ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. 

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો અનુકૂળ પ્રભાવ પડી શકે છે. શનિની રાશિમાં હોવાની સાથે શનિ આ રાશિમાં પણ બિરાજમાન છે. આવામાં શુક્રની સાથે સાથે શનિની પણ કૃપા આ રાશિના જાતકો પર રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. મિત્રો કે પછી પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળની મુસાફરી કરી શકો છો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.