લખનઉમાં પાટા પરથી ઉતરી ગઇ અમૃતસર-એક્સપ્રેસ ટ્રેન, માંડ-માંડ બચ્યા લોકો
ટ્રેન ચારબાગ સ્ટેશનથી નિકળી ત્યારબાદ થોડા અંતરે અકસ્માત થઇ ગયો હતો, જોકે ટ્રેનની સ્પીડ 8-10 KM/H હતી, એટલા માટે મોટો અકસ્માત ટળી ગયો, તો બીજી તરફ પાટા પરથી ઉતર્યા બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ.
Trending Photos
પવનસિંહ, લખનઉ: લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અમૃતસરથી જયનગર જઇ રહેલી ટ્રેન નંબર 4674ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જોકે આ ઘટનામાં કોઇપણ હતાહતની સુચના નથી. તો બીજી તરફ અકસ્માત બાદ ટ્રેનોના સંચાલન વિધ્ન ઉભું થયું છે.
આરપીએફ અને જીઆરપીની ટીમો હાજર
સોમવારે સવારે આ ઘટના દિલકુશા કેબિન અને યાર્ડ લખનઉ વચ્ચે સર્જાઇ હતી. ઘટના બાદ ઘટનાસ્થળ પર આરપીએફ (RPF) અને જીઆરપી (GRP)ની ટીમો પહોંચી ગઇ. જાણકારી અનુસાર અકસ્માત અપ અને ડાઉન લાઇન બંને બાધિત છે. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી. રેલવે અધિકારીએ જણાવ્યું કે લોકોને શિફ્ટ કરાવીને ગાડીને ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઘટના બાદ મુસાફરોમાં હડકંપ
ટ્રેન ચારબાગ સ્ટેશનથી નિકળી ત્યારબાદ થોડા અંતરે અકસ્માત થઇ ગયો હતો, જોકે ટ્રેનની સ્પીડ 8-10 KM/H હતી, એટલા માટે મોટો અકસ્માત ટળી ગયો, તો બીજી તરફ પાટા પરથી ઉતર્યા બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ. સ્ટેશન પર ઘણા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા.
લખનઉનું સૌથી બિઝી સ્ટેશન ચારબાગ
લખનઉનું ચાર બાગ સ્ટેશન સૌથી વ્યસ્ત સ્ટેશન છે. લખનઉના પ્રમુખ સ્ટેશન હોવાથી મુસાફરોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ગત થોડા દિવસોથી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તેના લીધે ટ્રેનો લેટ થઇ રહી છે. અકસ્માતની અસર ટ્રેની અવરજવર પર જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે