નવસારીમાં PM મોદીએ કહ્યું, જનભાગીદારી વધશે તો દેશનુ સામર્થ્ય વધારવાની ગતિ વધશે
આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે નવસારી પહોંચ્યા છે. નવસારી પહોંચીને તેમણે નિરાલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી નિરીક્ષણ કરી સુવિધાઓની માહિતી મેળવી. જેના બાદ તેઓએ નવસારીના નાગરિકોને સંબોધન કર્યું.
Trending Photos
નવસારી :આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે નવસારી પહોંચ્યા છે. નવસારી પહોંચીને તેમણે નિરાલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી નિરીક્ષણ કરી સુવિધાઓની માહિતી મેળવી. જેના બાદ તેઓએ નવસારીના નાગરિકોને સંબોધન કર્યું.
નવસારીના નાગરિકોને સંબોધનમાં તેમણે કહ્યુ કે, આજે નવસારીથી ધરતીથી દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગની સુવિધા શરૂ થઈ છે. સ્વાસ્થય ક્ષેત્રે નવી સુવિધા આજથી મળશે. ત્રણ વર્ષ પહેલા અહી કેન્સર હોસ્પિટલનુ શિલાન્યાસ મેં કર્યુ હતું. ટ્રસ્ટ ને તેમના પરિવારનો આભાર માનુ છું કે, આ પ્રકલ્પને એ રૂપમાં જોઉ છુ કે તે આ માસુમ નિરાલી માટે ભાવુક શ્રદ્ધાંજલિ છે. જેને આપણે ગુમાવી હતી. એએમ નાયક અને તેમનો પરિવાર જે કષ્ટથી પસાર થયો, તેવો સમય બાકી પરિવારને ન જોવો પડે તે સંકલ્પ આ પ્રોજેક્ટમાં ઝળકે છે. અનિલભાઈએ પિતૃઋણ, ગામનુ ઋણ અદા કર્યુ છે. દક્ષિણ ગુજરાતના લોકોને આ હોસ્પિટલથી મદદ મળશે. આ હોસ્પિટલ હાઈવે પાસે છે, હાઈવે પાસે અકસ્માત થાય તો અહી જિંદગી બચાવવાની સુવિધા પણ હવે ઉપલબ્ધ છે. ગરીબોના સશક્તિકરણ, તેમની ચિંતા ઓછી કરવા, સેવા સુલભ બનાવવુ જરૂરી છે. ગત 8 વર્ષમાં અમે આ દિશાએ હોલિષ્ટિક એપ્રોચને બળ આપ્યુ છે. પોષણ, જીવનશૈલી, પ્રિવેન્ટીવ હેલ્થ સાથે જોડાયેલ વિષયો પર અમે જોર આપ્યુ છે.
હુ મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યમાં સ્વાસ્થય સેવાઓને દરેક ગરીબ સુધી લઈ જવા અમે અભિયાન ચલાવ્યા, તેના અનુભવ હવે દેશના ગરીબોના કામે આવી રહ્યાં છે. તે સમયે અમે સ્વચ્છ ગુજરાત ઉજ્જવલ ગુજરાતનો રોડમેપ બનાવ્યો હતો. આયુષ્યમાન ભારત યોજનાથી દલિત, વંચિત, આદિવાસીઓની બચત થઈ છે. ગત 20 વર્ષમાં ગુજરાતમાં હેલ્થ સેક્ટરમાં અભૂતપૂર્વ કામ થયુ છે. ગ્રામીણ વિસ્તારમાં અનેક હેલ્થ સેન્ટર બનાવાયા. ગુજરાતમાં કેન્સરને ડામવા અનેક કામ થયા છે. અનેક ડાયાલિસીસ કેન્દ્ર લોકોને ઘર પાસે બનાવ્યા છે. ગુજરાતમાં મારી સરકારે બાળકો અને મહિલાઓના સ્વાસ્થય અને પોષણ પર કામ કર્યુ છે. 14 લાખ ગર્ભવતી મહિલાઓ ચિરંજીવી યોજનાનો લાભ લઈ ચૂકી છે.
આપણી પાસે પૂજ્ય બાપુ જેવા મહાપુરુષોની સેવા છે. ગુજરાતનો આ સ્વભાવ ઉર્જાથી ભરેલો છે. અહી સફળથી સફળ વ્યક્તિ સેવાના કાર્યથી જોડાયેલ રહે છે. જેમ આ સામ્યર્થ બનશે, સેવાભાવ પણ વધશે. વધુ આગળ જવાનુ છે તેવા સંકલ્પ સાથે ભારતને આધુનિક બનાવવાની દિશામાં નિરંતર પ્રયાસ કરીએ છીએ. સૌના સાથ, સૌના વિકાસની સાથે જરૂરી છે સૌનો પ્રયાસ. જનભાગીદારી વધે તો દેશનુ સામ્યર્થ વધારવાની ગતિ વધી જાય છે. ઈચ્છો તેના કરતા સારુ પરિણામ મળે છે. અનિલભાઈના પરિવારને આ હોસ્પિટલ બનાવવા માટે શુભેચ્છા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે