PM Modi Gujarat Visit: PM મોદીએ માં ભદ્રકાળીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી, કોટ વિસ્તારમાં રોડ શો પૂર્ણ

Gujarat Election 2022: પીએમ મોદી કાંકરેજ, પાટણ, સોજીત્રા બાદ અમદાવાદમાં પણ સભા સંબોધન છે. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે પણ અમદાવાદમા રોડ શો કર્યો હતો. માં ભદ્રકાળીનાં દર્શન કર્યા બાદ રોડ મારફતે સરસપુર ખાતે પીએમ મોદી સભા સંબોધશે.

 PM Modi Gujarat Visit: PM મોદીએ માં ભદ્રકાળીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી, કોટ વિસ્તારમાં રોડ શો પૂર્ણ

Gujarat Election 2022: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું હતું. ત્યારબાદ તરત જ અમદાવાદમાં PM મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આજે બીજા દિવસે પીએમ મોદી કાંકરેજ, પાટણ, સોજીત્રામાં સભા સંબોધ્યા બાદ અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદીએ કોટ વિસ્તારમાં ચાર કિ,મી લાંબો રોડ શો પૂર્ણ કર્યા છે.

PM મોદી સતત બીજા દિવસે વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લે પહોંચ્યા છે. જ્યાં તેઓએ નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા. PM મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન બાદ વિધિવત પૂજા-અર્ચના કરીને માતાજીની આરતી ઉતારી હતી. આ સાથે જ વર્ષો બાદ PM મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન તથા પૂજા-અર્ચના કરી છે. ત્યારબાદ રોડ શો ફરી ખાનપુરથી શરૂ થયો અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 2, 2022

પીએમ મોદી અમદાવાદમાં કોંગ્રેસ પાસે રહેલી જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક પર રોડ શો યોજવાના છે. શહેરના મેગા રોડ શો બાદ કોટ વિસ્તારમાં આવેલી વિધાનસભામાં આજે પીએમ મોદી રોડ શો કર્યો. 

 

પીએમ મોદી કાંકરેજ, પાટણ, સોજીત્રા બાદ અમદાવાદમાં પણ સભા સંબોધન છે. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે પણ અમદાવાદમા રોડ શો કર્યો હતો. માં ભદ્રકાળીનાં દર્શન કર્યા બાદ રોડ મારફતે સરસપુર ખાતે પીએમ મોદી સભા સંબોધશે. પ્રધાનમંત્રી મોદીની સભાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી ફરી રોડ શો કરશે. આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કરશે. રોડ શો ખાનપુરથી શરૂ થશે અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

મોદીનું મિશન ગુજરાત
ગુરુવારે ભવ્ય રોડ બાદ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદમાં બીજો રોડ શો કરશે. આજે શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શને જશે. જેના માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેટિંગ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news