કમલમમાં બાહુબલી સ્ટાઈલમાં થઈ પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી, પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું
PM Narendra Modi Gujarat Visit LIVE : 10 મહિના બાદ પીએમ મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવાની જે તૈયારીઓ થઈ છે તે કોઈ ઉત્સવથી ઓછી નથી. એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમીના ભવ્ય રોડ પર ઠેર ઠેર તેમનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. લાખોની જનમેદની આ રસ્તા પર ઉમટી પડી છે. જેમાં ઠેરઠેર દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવી રહ્યા છે. તેમની સાથે ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે
Trending Photos
રવિ અગ્રવાલ/અમદાવાદ :ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી અમદાવાદના રસ્તા પર નીકળી પડ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાઈ રહ્યું છે. લોકોનુ અભિવાદન ઝીલીને તેઓ કમલમ તરફ આગળ વધી રહ્યાં છે. 10 મહિના બાદ પીએમ મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમની સાથે ખુલ્લી થાર જીપમાં સવાર થઈને કેસરી ટોપી પહેરીને પીએમ મોદી જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે. આખા રસ્તા પર હકડેઠઠ ભીડ જામેલી છે, જેમની વચ્ચેથી પસાર થઈને પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સાથે વિક્ટરીની સાઈન પણ બતાવી રહ્યાં છે.
કમલમની અંદર પ્રવેશતા પહેલા પીએમ મોદીએ બહાર ઉભેલા મીડિયાને જોઈને કાર થોભાવી હતી, તેમણે મીડિયા કર્મીઓને પણ વિક્ટરીની સાઈન બતાવી હતી. કમલમમાં ફૂલોથી પીએમ મોદીનુ સ્વાગત કરાયુ હતું. તમામ નેતાઓએ પીએમ મોદીના ચરણોમાં પુષ્પો નાંખ્યા હતા.
કેસરી ટોપી આકર્ષણ બની
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ ખેસ પહેરતા જોવા મળતા હતા. પરંતુ પહેલીવાર એક કેસરી ટોપીએ આકર્ષણ જમાવ્યુ. પીએમ મોદીના રોડ શોમાં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે.
પીએમ મોદીના રોડ શોમાં ઝળક્યુ ઓપરેશન ગંગા
પીએમ મોદીના રોડ શોમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પાર પાડેલા ઓપરેશન ગંગાની ઝલક જોવા મળી. જેમાં યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરાઈ હતી. મોટી સંખ્યામાં યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના રોડ શોમાં યુક્રેન રિટર્ન વિદ્યાર્થીઓ પણ પીએમ મોદીના સ્વાગતમાં પહોંચ્યા હતા.
#Ahmedabad : જીપમાં સવાર થઈને કેસરી ટોપી પહેરીને PM મોદી જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે... જુઓ Video
— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022
PM ના સ્વાગત માટે અમદાવાદ ગાંધીનગરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. ગાંધીનગરમાં કોબા સર્કલની આસપાસ 2 કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. મોટી સંખ્યામાં ભાજપના છેવાડાના કાર્યકરો ગાંધીનગર પહોચી રહ્યાં છે.
ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી અમદાવાદના રસ્તા પર નીકળ્યા, ભવ્ય રોડ શોમાં ઠેરઠેર સ્વાગત
🔴LIVE : https://t.co/hW2FxjvzkG 🔴@narendramodi @CRPaatil @Bhupendrapbjp @BJP4Gujarat#ZEE24Kalak #Gujarat #Pmmodi #Ahmedabad #RoadShow pic.twitter.com/ZpYVDdmHfz
— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022
પીએમ મોદીના સ્વાગતમાં કોઈ ખામી રાખવામાં આવી નથી. ગુજરાતની ધરતી પર પ્રધાનમંત્રી મોદીને આવાકારવાની તૈયારીઓ અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહી છે. ચાર રાજ્યની ચૂંટણીના વિજય બાદ પીએમના સ્વાગતમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનુ અભિવાદન કરાશે. એરપોર્ટથી કમલમ સુધીના માર્ગ પર સાંસ્કૃતિક કાર્યક્મ થકી પ્રધાનમંત્રીનુ અભિવાદન કરાશે. એરપોર્ટ થી માંડી કમલમ સુધી કુલ 52 સ્ટેજ પર હાલ વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં દેશની અલગ અલગ સંસ્કૃતિને કાલાકારો રજૂ કરી રહ્યાં છે.
સંમેલન થકી PM ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકરો આ સમયે ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંવાદ કરશે. અંદાજે દોઢ લાખ કરતા વધુ લોકોની અહીં ઉપસ્થિતિ રહેશે. 4 રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપનું આ ભવ્ય શક્તિ પ્રદર્શન બની રહેશે. સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થશે. આજના સંમેલન થકી પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.
કમલમમાં પીએમની ભવ્ય રંગોળી
ગુજરાતમાં આવીને સૌથી પહેલા પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. ત્યારે કમલમમાં પીએમની વિશાળ રંગોળી બનાવવામા આવી છે. વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપ્યુ હતુ, તે પળને રંગોળીમાં કેદ કરાઈ છે.
PM @narendramodi ને આવકારવા ગુજરાત તૈયાર, અદ્ભુત રંગોળી બનાવી કરાઈ ભવ્ય સ્વાગતની તૈયારીઓ..#Gujarat #PMModi #ZEE24Kalak #Ahmedabad pic.twitter.com/7UQbVJR5uc
— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022
આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને કમલમ સુધીના માર્ગ પર મોટી ભીડ જોવા મળી રહી છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદનાં આ રસ્તાઓ રહેશે બંધ...
- ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ, નોબેલ ટી સુધીનો રસ્તો રહેશે બંધ
- સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડલ ચાર રસ્તાથી હેલમેટ ચાર રસ્તા સુધીનો રસ્તો
- વસ્ત્રાપુરથી હયાત હોટલ સુધીનો રસ્તો
- હિમાલયા મોલથી ત્યાંથી સંજીવની હોસ્પિટલથી શહીદ ચોકથી માનસી ચાર રસ્તા તથા સંજીવનીથી ગુરૂદ્વારા ચાર રસ્તા
- સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ 6 રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા
- કોમર્સ સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ
- વાડજ સ્મશાન ગૃહથી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો સંપુર્ણ રિવરફ્રન્ટનો માર્ગ
પીએમની સુરક્ષા માટે પોલીસ રસ્તા પર
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ અંગે અમદાવાદ પોલીસ અલર્ટ થઈ છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સરદાર પટેલ સ્ટેન્ડિયમમાં 1 IG, 1 DIG, 5 DCP, 9 ACP, 35 PI, 157 PSI અને 615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 822 જવાનો તૈનાત રહેશે. જ્યારે કે, GMDC ગ્રાઉન્ડમાં 1 IG, 11 DCP, 15 ACP, 48 PI, 163 PSI, 1615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 1853 જવાનો તૈનાત રહેશે. તો અમદાવાદ એરપોર્ટ પર 1 IG, 3 DCP, 4 ACP, 12 PI, 50 PSI, 800 કોન્સ્ટેબલ સહિત 870 જવાનો તૈનાત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે