Gujarat welcomes modiji News

એરપોર્ટથી કમલમ સુધી... તસવીરોમાં જુઓ પીએમ મોદીના રોડ શોના કેસરિયા કલર્સ
ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરેક સ્થળે પીએમ મોદીનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 
Mar 11,2022, 15:12 PM IST

Trending news