ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પીએમ મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી છે. 

ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

હિતેન વિઠલાણી/ગુજરાત :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પીએમ મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી છે. 

— PMO India (@PMOIndia) April 17, 2019

ગુજરાતના કમોસમી માવઠાની થયેલી અસરને પગલે પીએમ મોદીએ આજે ટ્વિટ કરી હતી. જેમાં તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પ્રધાનમંત્રી રાહત કોષમાંથી અપાશે, તેવી પીએમઓના ટ્વિટર હેન્ડલમાંથી જાહેરાત કરાઈ છે. 

— PMO India (@PMOIndia) April 17, 2019

ઉલ્લેખનીય છે કે, દેશના અનેક વિસ્તારોમાં મંગળવારે તોફાને કહેર મચાવ્યો હતો. મંગળવારે બપોરે મોટાભાગના શહેરમાં તેજ તોફાન તથા બરફના કરા પડ્યા હતા. રાજસ્થાનમાં તોફાનને કારણે 9 લોકોના જીવ ગયા છે, જ્યારે કે મધ્ય પ્રદેશમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટ મુજબ, દેશભરમાં આવેલા તોફાનને કારણે 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. મંગળવાર બાદ બુધવારે પણ હવામાન ખાતાએ દેશના અનેક વિભાગોમાં વંટોળ-તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો : ચેતીને રહેજો, હજી પણ વાતાવરણ ખરાબ રહેવાની આગાહી
રાજ્યભરમાં ગઈકાલે અચાનક હવામાં પલટો આવતા ભારે પવને લોકોને ધમરોળ્યા હતા. બપોર બાદ તેજ પવન સાથે વંટોળ આવતા ગુજરાતમાં અનેક ઠેકાણે ભારે બરફના કરા આકાશમાંથી વરસ્યા હતા. તો આવા બદલાતા મોસમના મિજાજને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. 43 ડિગ્રીની કાળઝાળ ગરમી બાદ ભલે લોકોને ગરમી સામે રાહત મળી હોય, પણ આ વાતાવરણ ખેડૂતો માટે જોખમી બની ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડતાં પાકને મોટી અસર થઈ છે. માવઠું પડતાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ, હજુ પણ વાતાવરણ ખરાબ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 11ના મોત
ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યાં એક તરફ ખેડૂતોને નુકશાન થયુ છે, ત્યા બીજી તરફ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. આમ, વાતાવરણનો આ પલટો જીવલેણ સાબિત થયો હતો.ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટાના કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહેસાણામાં 4 લોકો, જ્યારે રાજકોટ મોરબી સાબરકાંઠામાં1-1ના મોત થયા  હતાં. તો ઊંઝા-સિદ્ધપુર રોડ પર વાવાઝોડાના કારણે 3 વાહનનો અકસ્માત થયો હતો. સાથે ધૂળની ડમરી ઉડવાના કારણે રસ્તા પર ST બસનો અકસ્માત થયો હતો. મહેસાણામાં વીજાપુર માલોસણમાં વીજળી પડવાથી એકનું મોત નિપજ્યું હતું.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news