PM Modi in Gujarat Live Updates : આજે અમદાવાદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, દુબઈના ખાસ મહેમાનને લઈને ગાંધીનગર પહોંચશે

PM Modi Ahmedabad Road Show : આજે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો... ઈન્દિરા બ્રિજથી ગાંધીનગરની લીલા હોટલ સુધી યોજાશે ભવ્ય રોડ શો... બંને નેતાઓ વચ્ચે હોટલમાં થશે દ્રિપક્ષીય બેઠક.

PM Modi in Gujarat Live Updates : આજે અમદાવાદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, દુબઈના ખાસ મહેમાનને લઈને ગાંધીનગર પહોંચશે

PM Modi Gujarat Road Show Live : સૌથી મોટા આર્થિક અવસર માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે. પાટનગર ગાંધીનગર અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ન માત્ર ગુજરાત પણ દેશ અને દુનિયા પર અલગ જ છાપ છોડવાની છે. આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ તેમજ 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનાં છે. VVIP મહાનુભાવોને લઈ એરપોર્ટથી લઈ ગાંધીનગરને જોડતા રસ્તાઓ વ્યસ્ત રહેવાનાં કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે દુબઈના પ્રેસિડન્ટ સાથે પીએમ મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો તેમનો 3 કિમી લાંબો રોડ શો નીકળશે. 

પીએમ મોદીના રોડ શોનો રુટ 
એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો 3 કિલોમીટર લાંબો રોડ શો રહેશે. એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો રહેશે. આ માટે એરપોર્ટથી ડફનાળા સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ બંધ રહેશે. 

વાઈબ્રન્ટ સમિટમાં શું જોવા મળશે નવા નજરાણાં...
આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. આ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર બંને દેશોની મિત્રતાને લઇ હોર્ડિંગ્સ લાગ્યા છે. એક તરફ વિદેશી મહેમાનોના સ્વાગત માટેના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. વિદેશી મહેમાન ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળી શકે તે માટે 28 સ્ટેજ લાગ્યા છે. જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ઓળખ રજુ કરવામાં આવશે. 

આજે ટ્રેડ શોનું ઉદઘાટન કરશે      
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 9.30 વાગ્યે પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ તેમજ પાંચ ગ્લોબલ કંપીના CEO સાથે બેઠક કરી રહ્યાં છે. પીએમ મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરશે. બપોરે 3 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શોની પીએમ મોદી શરૂઆત કરાવશે. સાંજે 5 વાગ્યે UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ જશે. સાંજે 6 વાગ્યે હોટલ લીલા ખાતે પીએમ મોદી UAE સાથે દ્વીપક્ષીય બેઠક કરશે અને વિશેષ MOU થશે. પીએમ મોદી હોટેલ લીલા ખાતે વિશેષ રાત્રિ ભોજન લેશે. જ્યારે બુધવારે સવારે 10 વાગ્યે પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે. ઈનોગ્રલ સેશન પછી પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકો અને ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. જ્યારે સાંજે 5 વાગ્યે ગિફ્ટ સીટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી સાંજે 7.30 વાગ્યે દિલ્લી જવા રવાના થશે.

મોટી કંપનીના સીઈઓના ગુજરાતમાં ધામા 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેશે. દેશ-વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ હાજરી જોવા મળશે. આ માટે VVIP મહાત્મા મંદિરમાં આવવાના હોવાના કારણે સુરક્ષા વધારી દેવાઈ છે. મહાત્મા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા કવચમાં મૂકાયુ છે. રાજ્યની પોલીસના કેટલાક અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ માટે અનેક સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. 

ગાંધીનગરમાં નવુ નવુ જોવા મળ્યું
વાઈબ્રન્ટ ગુજરાતને પગલે મહાત્મા મંદિરમાં અનેક આકર્ષણો ઊભા કરાયા છે. ગરવી ગુજરાત ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતની ધરોહર કલા અને કલાત્મક ચીજ વસ્તુઓનું પ્રદર્શન મૂકાયું છે. જેમાં ભરત ગુંથણ, હાથ વણાટથી બનતું કાપડ, કલાત્મક ગુંથણવાળી છત્રી, કાઇટ ફેસ્ટિવલ અંતર્ગત પતંગો પણ મુકવામાં આવ્યા છે. 

વાઈબ્રન્ટ ગુજરાત 2024ની ધૂમ 
વાઇબ્રન્ટ ગુજરાત 2024 અનેક રીતે અલગ રજૂ કરવામા આવ્યો છે. મહાત્મા મંદિરમાં મુખ્ય હોલમાં ટેકનોલોજી સાથે ફેરફાર કરાયો છે. આ મેગા ઈવેન્ટમાં ટેકનોલોજીમાં 3D ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો છે. પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત 2024નો પ્રારંભ કરાવશે. હોલમાં બેઠક વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરાયો. અગાઉ સોફા મૂકવામાં આવતા હતા હવે માત્ર ખુરશીઓ મુકાઈ છે. સાઉન્ડ સિસ્ટમથી માંડીને અનેક ટેકનોલોજીમાં ફેરફાર કરાયો. 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JETROના એક્ઝિક્યૂટિવ સાથે બેઠક કરી. JETROના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન સાથે બેઠક કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં લગભગ 200 કંપનીનું જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ગુજરાત આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન-ગુજરાતના સંબંધો વધુ ગાઢ બનાવવા ઉત્સુક્તા દર્શાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news