PM ના નિશાના પર રાહુલ ગાંધી, જેઓએ 40 વર્ષ નર્મદા રોકી તેમના ખભે હાથ મૂકી પદયાત્રા કરે છે

Gujarat Elections 2022 : PM મોદીના ઝંઝાવાતી પ્રવાસનો આજે બીજો દિવસ.. આજે PM ભાવનગર, અંજાર, જામનગર અને રાજકોટમાં સંબોધશે જનસભા... ત્યારે તેઓ સુરતથી પહેલી જનસભા માટે ભાવનગર પહોંચ્યા 
 

PM ના નિશાના પર રાહુલ ગાંધી, જેઓએ 40 વર્ષ નર્મદા રોકી તેમના ખભે હાથ મૂકી પદયાત્રા કરે છે

Gujarat Elections 2022 ઉદય રંજન/ભાવનગર : મતદાનને હવે બે દિવસ બાકી રહી ગયા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ખુદ મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં પીએમ મોદીની એક ઝલક જોવા મોટીમાં લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે આજે ભાવનગરથી તેમણે બીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. તેમણે ભાવનગરમાં સંબોધનમાં કૃષ્ણસિંહજી મહારાજને યાદ કર્યા હતા. 

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, સુરતમાં ગઈકાલે મારી સભા યોજાઈ. તે પહેલા રેલીમાં જે દ્રશ્ય જોયું તે સમુદ્ર જેવી હતી. આખું જનસાગરની અંદર મારી નાનો કોનવે પસાર થયો હતો હતો. આ દ્રષ્ય અદભુત હતું. હૃદયને સ્પર્શી જાય એવા દ્રશ્યો હતો. અને એવું દ્ર્શ્ય ભાવનગરમાં આજે અહીંયા પાલીતાણામાં જોવા મળ્યું છે. ભાવનગર, સૌરાષ્ટ્ર સુરત એકીકોર થઈ ગયુ હોય તેવુ લાગે છે. 

કોંગ્રેસે 40 વર્ષ સુધી નર્મદા રોકી રાખી હતી
ગુજરાત સુરક્ષિત બને, સમરસતા, સદભાવનાવાળું બને, એકતાનુ વાતાવરણ હોય તે ગુજરાતનો સ્વભાવ બન્યો. ગુજરાત એકજૂટ થયુ તો વિભાજનકારી શક્તિઓને પગપેસારો કરવાની તાકાત ન મળી. તેથી કોંગ્રેસની વિદાય છે. કોંગ્રેસે ગુજરાતની જનતાનો ભરોસો જીતવો હશે તો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છોડવી પડશે. જાતિવાદ, અને કોમવાદના રંગ છોડવા પડશે. વોટબેંકની રાજનીતિ છોડવી છે. દેશને તોડનારાઓની તાકાતને હવે લોકો મદદ કરવા તૈયાર નથી. પાણીની વાત કરીએ તો, કોંગ્રેસે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે તે માટે લાખ પ્રયાસો કર્યા. તેમની સરકારમાં આડા આવવાનો પ્રયાસો કર્યા. જેઓએ કચ્છ કાઠિયાવાડને તરસ્યુ રાખ્યું. 40 વર્ષ સુધી નર્મદાનું પાણી રોકી રાખ્યું, તેવા લોકોના ખભે હાથ મૂકીને લોકો પદયાત્રા કરી રહ્યાં છે. આ બાબત ગુજરાત માફ નહિ કરે. તેમની સાથે બેસીને ફોટો કેવી રીતે પડાય. આ ગુજરાત સહન નહિ કરે. જેણે નર્મદાનું પાણી રોકવાનું કામ કર્યું તેની સાથે બેસાય, લાખા વણઝારાએ વાવ બનાવી હોય તો હજારો વર્ષ યાદ રાખે તેવુ આ ગુજરાત છે. કોંગ્રેસને સજા કરવાની જરૂર છે. ગુજરાતમાં આજે પાણી આવ્યું છે. 

ગુજરાત સમૃદ્ધ બને અને નવી ઉંચાઈને પાર કરે તેનો નિર્ણય કરવાની ચૂંટણી છે. આઝાદીના 75 વર્ષમાં જે મૂડી ભેગી કરી, જે શક્તિસંચય કર્યો છે, હવે આપણને 75 વર્ષ ચાલવાનુ પાલવે તેમ નથી. હવે 25 વર્ષમાં બધુ કર્યું છે. ગુજરાતનો મતદાતા સમજદાર છે. બધી જગ્યાએ એક જ મંત્ર છે કે, ફીર એકબાર મોદી સરકાર.
લોકોના મનમાં વારંવાર ભાજપ લાવવાનું મન એટલે થાય છે કે, વડીલોને ખબર છે કે પહેલા કેવી રીત આ દેશને વેરવિખેર કરવાના પ્રયાસો કર્યા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહે દેશનો વિચાર કર્યો. દેશની એકતા માટે રાજપાઠ મા ભારતીના ચરણોમાં તેમણે સમર્પિત કર્યું. રાષ્ટ્રના વ્યાપક હિત માટે આ બલિદાન. જે ભાવનગરે શરૂઆત કરી આખુ હિન્દુસ્તાન તેની પાછળ ચાલ્યું. આનુ યશ ગોહિલવાડની ધરતીને જાય. દેશની એકતામા રાજવી પરિવારોનું યોગદાન હતું. કૃષ્ણકુમાર સિંહ જેવા અનેક મહારાજાઓએ દેશની એકતા માટે રાજપાઠ છોડ્યા હતા. જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, ત્યા જ રાજવી પરિવારોનું મ્યૂઝિયમ બની રહ્યું છે. 

કોંગ્રેસે લોકોને લડાવવાનું કામ કયું. આ જ પાપ કર્યાં. ગુજરાતના લોકો જાગૃત અને સમજુ હતા. અને એકતાનો રસ્તો અપનાવ્યો. એક જમાનામાં બોમ્બ ધમાકા થતા, આ દશામાંથી ગુજરાતને બહાર લાવવાના અમે કામ કર્યું. 

સુરતમાં પાટીદારોમાં ડેમેજ કન્ટ્રોલ કર્યું 
ભાવનગર પહેલા પીએમએ સુરતમાં પાટીદારોમાં થયેલુ ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ આજે સવારથી જ સુરત સર્કિટ હાઉસમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમણે સુરતના હીરા ઉદ્યોગકારો અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. પાટીદાર ગઢ પર વર્ચસ્વ ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે તેમણે આ બેઠકો કરી હતી. ઉદ્યોગકાર મુકેશ પટેલ પ્રધાનમંત્રી મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તો આપ આદમી પાર્ટી ના પૂર્વ નેતા અને ઉધોગપતિ મહેશ સવાણી પીએમ મોદીને મળ્યા હતા. સુરત ખાતે આયોજિત પીએમ મોદીની સભામાં પણ મહેશ સવાણી જોવા મળ્યા હતા. જેથી તરેહ તરેહની વાતો વહેતી થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news