વ્યાજખોરોની ખેર નહી! સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન
Trending Photos
* વ્યાજખોરોના આતંક સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે શરૂ કરી કડક કાર્યવાહી
* જનતાનું શોષણ કરતા વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ
* પરેશાન જનતાને પોલીસનો સંપર્ક કરવા અધિકારીની સુચના
* વ્યાજખોર શખ્સો સામે કરાશે કડક કાર્યવાહી અને PASA
* વ્યાજખોરોના આતંકને નાબુદ કરવા પોલીસનું નવું અભિયાન
મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. આ બદીને નાબુદ કરવા માટે અમદાવાદ જિલ્લા અધિક્ષક દ્વારા એક ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે. જેમાં ન માત્ર વ્યાજખોરોને કાયદાના સકંજામાં લેવામાં આવશે પરંતુ રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે તેમની સામે PASA હેઠળની કડક કાર્યવાહી પણ હાથ ધરાશે. જેથી વ્યાજખોરો થી પરેશાન લોકોને પોલીસમાં નિશ્ચિત બની ફરિયાદ કરે.
છેલ્લા થોડા સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાના એસપી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વ્યાજખોરોના આતંકનો નાબુદ કરવાનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય જીલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વ્યાજખોરોના આતંકથી પીડાતા લોકો સામે આવે અને પોલીસને રજૂઆત કરે.
વ્યાજખોરોના ખપ્પરમાં હોમાઈને અનેક પરીવારો બરબાદ થઈ જાય છે. પરંતુ હવે આવું ન થાય અને જનતાને પુરતી સુરક્ષા મળે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિકારી દ્વારા વ્યાજખોરોને નાબુદ કરવા ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે. પરેશાન જનતાનું શોષણ કરતા વ્યાજખોરો સામે રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ PASA હેઠળની કાર્યવાહી કરવામાં આવશે. સાથેજ વ્યાજખોરના દબાણ થી પરેશાન જનતાને પોલીસ દ્વારા પુરતી સુરક્ષા પણ આપવામાં આવશે. જો વ્યાજખોર યેનકેન પ્રકારે ફરિયાદીને પરેશાન કરવાની કોશિશ કરશે પોલીસ તેની સામે ગંભીર પગલા લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિકારી દ્વારા શરૂ કરવામાં આવેલા આ મિશનમાં જનતાની સુખાકારી ને કેન્દ્રમાં રાખવામાં આવી છે. વ્યાજના વ્યમળમાં ફસાઈને પરિવાર અને જિંદગી બરબાદ કરતા લોકોને બચાવવા માટે પોલીસ અધિકારી દ્વારા વ્યાજખોરોના આતંકનો ને નાબુદ કરવા આ મિશન શરૂ કરાયું છે. જેના માટે પોલીસ અધિકારીઓ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ લોક દરબાર યોજી અને વ્યાજખોર સામે થનારી ફરિયાદ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવાનું શરુ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે