અમદાવાદમાં 72 હજાર લોકો દોડશે મેરેથોન, જાણો ‘થ્રીલ એડિક્ટ નાઈટ હાફ મેરેથોન’ની વિગત

આ મેરેથોન 5, 10, 15 કિ.મીની રહેશે. જેમાં અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે. જેઓ માટે જુદા જુદા સ્ટેજ બનાવવામાં આવશે. તો સાથે જ ચીપથી ટાઈમ રજીસ્ટર થશે જેના થકી રોકડ ઇનામ આપવામાં આવશે.

અમદાવાદમાં 72 હજાર લોકો દોડશે મેરેથોન, જાણો ‘થ્રીલ એડિક્ટ નાઈટ હાફ મેરેથોન’ની વિગત

ઉદય રંજન/અમદાવાદ: શહેર પોલીસની થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોન યોજાશે. અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21 જાન્યુઆરી એ સાંજના સમયે યોજાશે. થ્રિલ એડિક્ટ મેરેથોનનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે.

આ મેરેથોન 5, 10, 15 કિ.મીની રહેશે. જેમાં અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે. જેઓ માટે જુદા જુદા સ્ટેજ બનાવવામાં આવશે. તો સાથે જ ચીપથી ટાઈમ રજીસ્ટર થશે જેના થકી રોકડ ઇનામ આપવામાં આવશે.

અત્યાર સુધીમાં આ મેરેથોન માં 72 હજારથી વધુ લોકોના રજિસ્ટ્રેશન થયા છે. રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી શરૂ થનાર આ મેરેથોનને લઈને અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news