પોરબંદરના નાગરિકો ધરમધક્કા ખાઈને કંટાળ્યા, છતાં ડ્રાઈવિંગ લાયસન્સ મળતા નથી

વાહન વ્યવહાર વિભાગના યોગ્ય આયોજનના અભાવના કારણે પોરબંદરમાં અરજદારની ડ્રાઇવિંગ લાયસન્સની અરજી એપ્રુવ થઈ ગયા હોવા છતાં મહિનાઓ વિતવા છતાં અરજદારને સ્માર્ટકાર્ડ મળ્યા નથી. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
પોરબંદરના નાગરિકો ધરમધક્કા ખાઈને કંટાળ્યા, છતાં ડ્રાઈવિંગ લાયસન્સ મળતા નથી

અજય શીલુ/પોરબંદર :વાહન વ્યવહાર વિભાગના યોગ્ય આયોજનના અભાવના કારણે પોરબંદરમાં અરજદારની ડ્રાઇવિંગ લાયસન્સની અરજી એપ્રુવ થઈ ગયા હોવા છતાં મહિનાઓ વિતવા છતાં અરજદારને સ્માર્ટકાર્ડ મળ્યા નથી. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

પોરબંદરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્રુવ થઈ ગયા બાદ પણ મહિનાઓથી વાહનચાલકોને સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ગત ડિસેમ્બર મહિનાથી ડ્રાઇવિંગ પ્રિન્ટ જેના પર કરવામાં આવે છે તે સ્માર્ટકાર્ડનો જથ્થો અપૂરતો અને અનિયમિત મળતો હોવાથી અરજી કરનાર વાહનચાલકોને સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં મળતા વાહનચાલકોએ પોરબંદર A.R.T.O કચેરી ખાતે ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. પોરબંદરના આશરે 4200 જેટલા વાહનચાલકોની લાયસન્સ માટેની અરજીઓ એપ્રુવ થઈ ગઇ છે. પરંતુ સ્માર્ટકાર્ડનો જથ્થો કચેરી ખાતે નહીં હોવાથી તેઓને સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ નથી મળી રહ્યા. વાહનચાલકોએ આ અંગે જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચલાવતી વેળાએ ખૂબ જ જરૂરી છે. અમે અરજી કરી હોવા છતાં સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ હજુ મળ્યુ નથી. સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરેલ દસ્તાવેજો માન્ય રાખવા સૂચન કર્યાં છે. પરંતુ આમ છતાં અનેક વખત વાહનચાલકોને ખાસ કરીને સિનિયર સિટીઝનોને આ બાબતે ટ્રાફિક પોલીસ સાથે પ્રશ્નો થતાં હોય છે. તેથી વહેલી તકે સ્માર્ટકાર્ડનો જથ્થો ફાળવવામાં આવે અને તેઓને સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ મળે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યાં છે. 

પોરબંદર A.R.T.O કચેરી ખાતે 1 માર્ચથી સ્માર્ટકાર્ડનો સ્ટોક મળ્યો ન હોવાથી આશરે 4200 લાયસન્સ A.R.T.O મા તૈયાર હોવા છતાં માત્ર પ્રિન્ટિંગના અભાવે વાહનચાલકોને નથી મળી રહ્યા. આ અંગે જ્યારે પોરબંદર A.R.T.O કચેરીના અધિકારી બીએમ ચાવડાને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, ઉપરથી સ્માર્ટકાર્ડનો જથ્થો નહિ મળતા ફિઝીકલ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રિન્ટ નથી થઈ શક્તા. આ અંગે વડી કચેરી ખાતે જાણ કરવામાં આવી છે. હાલ પરિવહન માટે ડીજીલોકરમાં ડિજીટલ સ્વરૂપે મુકેલું ડ્રાઈવિંગ લાયસન્સ પણ માન્ય છે. તેથી આ ડાઉનલોડ દસ્તાવેજોનો ઉપયોગ પણ અરજદાર કરી શકે છે.

આજના ડીજીટલ ઇન્ડિયાના સમયમાં તમામ ડોક્યુમેન્ટ ડિજીટલ સ્વરુપે ઉપલબ્ધ રહે અને તે માન્ય પણ છે. આમ છતાં ડ્રાઇવિંગ લાયસન્સ જેવી વસ્તુ કે જે દરેક વાહન ચાલકો માટે ખુબજ જરૂરી છે. ત્યારે આજે પણ અનેક એવા વાહનચાલકો છે જેઓ સ્માર્ટ મોબાઇલનો ઉપયોગ ન કરતાં હોય અથવા તો અમુક પોલીસ કર્મચારીઓ પણ આ ડીજીટલ ડોક્યુમેન્ટથી અવગત ન હોય ત્યારે સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે વહેલીતકે સ્માર્ટકાર્ડનો જથ્થો ફાળવવામાં આવે જેથી વાહનચાલકોને સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી રહે જેથી વાહનચાલકો તેમજ પોલીસ સહિત A.R.T.O કચેરીને પણ રાહત મળે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news