તમારું પણ રોળાઈ શકે છે વિદેશ ફરવા જવાનું સપનું! અમદાવાદમાં 2000 લોકો સાથે કરોડોની ઠગાઈ
અમદાવાદના શિવરંજની પાસે આવેલી કે સી ટુરિઝમના કારણે લોકોને આવો જ માઠો અનુભવ થયો છે. વિદેશના ટુરિઝમના નામે કેસી ટુરિઝમે વ્યક્તિ દીઠ 75 હજાર રૂપિયા લોકો પાસેથી લીધા.
Trending Photos
સપના શર્મા/અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિદેશ ફરવા જવાનું સપનું જોતી હોય છે. જીવનભરની બચતનો કેટલોક ભાગ જે તેમણે મહામહેનતથી બચાવી હોય પ્રવાસ માટે ખર્ચ કરે છે. પણ કેટલાક લેભાગુ તત્વોને કારણે સામાન્ય વ્યક્તિઓના વ્યક્તિઓના આવા સપનાઓ તૂટી જાય છે.
અમદાવાદના શિવરંજની પાસે આવેલી કે સી ટુરિઝમના કારણે લોકોને આવો જ માઠો અનુભવ થયો છે. વિદેશના ટુરિઝમના નામે કેસી ટુરિઝમે વ્યક્તિ દીઠ 75 હજાર રૂપિયા લોકો પાસેથી લીધા. પણ જયારે પ્રવાસનો દિવસ નજીક આવ્યા છતાં લોકોને વિઝા અને ટીકીટ ન મળી અને લોકો ટુરિઝમ ઓફિસે પહોંચ્યા તો તેમના પગેથી જમીન ખસી ગઈ હોય તેવો અનુભવ થયો. એકાએક કેસી કંપનીનો સ્ટેગ ગાયબ અને ઓફિસે તાળા જોતા લોકોને હવે રળવાનો વારો આવ્યો છે.
દુબઇ ટુર કરાવવાના નામે આવા અંદાજિત 2000 લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઇ હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. એવામાં કે સી ટુરિઝમના માલિકનો સંપર્ક કરવા જયારે ZEE 24 કલાકની ટીમ તેમની ઓફિસે પહોંચી તો ત્યાં ખંબાતી તાળા લાગ્યા હતા.
છેતરપિંડી થતા લોકોએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થઇ હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે