Patan Crime: રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટનાર ગેંગનો પર્દાફાશ
પાટણ શહેરમાં સાત દિવસ અગાઉ રેલવે ગરનાળા નજીકથી એકટીવા લઇ પસાર થઈ રહેલ આંગડિયા પેઠીના કર્મચારીના આંખમાં મરચું નાખી અને ત્યાર બાદ રિવોલ્વર બતાવી બાઈક પર આવેલ બે ઈસમોએ લૂંટ ચલાવી હીરા તેમજ રોકડ રકમ ભરેલ થેલો કુલ મુદ્દા માલ 6 લાખ 64 હજારની દિલ ધડક લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ શહેરમાં સાત દિવસ અગાઉ રેલવે ગરનાળા નજીકથી એકટીવા લઇ પસાર થઈ રહેલ આંગડિયા પેઠીના કર્મચારીના આંખમાં મરચું નાખી અને ત્યાર બાદ રિવોલ્વર બતાવી બાઈક પર આવેલ બે ઈસમોએ લૂંટ ચલાવી હીરા તેમજ રોકડ રકમ ભરેલ થેલો કુલ મુદ્દા માલ 6 લાખ 64 હજારની દિલ ધડક લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા.
જે અંગે કર્મચારીએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટણ એલસીબી પોલીસે ઘટના સ્થળના સીસીટીવી અને શહેરમાં પ્રવેશવા ના માર્ગો પરના સીસી ટીવી મેંળવી તપાસી શકમંદોની પૂછ પરછ દરમ્યાન મહેસાણા વોટર પાર્ક પાસે એસટી બસમાં આંગડિયા પેઢીની લૂંટ પ્રકરણમાં સામિલ ઈસમ પઠાણ નિયાજ ખાન જે ઘટનાના દિવસે પાટણ આવેલ જે બાતમીના આધારે પોલીસે તેને ધરપકડ કરી લીધી છે.
વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રેલવે યુનિવર્સિટી’: નીતિન પટેલ
પૂછપરછ દરમ્યાન અન્ય ચાર ઈસમોના નામ ખુલતા પોલીસે તેઓને ઝડપી પૂછપરછ કરતા વધુ નવ ઈસમોના નામ બહાર આવવા પામ્યા હતા. ત્યારે પકડાયેલ ઈસમો પાસેથી પોલીસે 1,93,000ના હીરા અને રોકડ રકમ 28,500નો મુદ્દા માલ મળી કુલ રૂપિયા 2,21,500 કબ્જે કરી ફરાર નવ ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે