પાકિસ્તાનમાં વહી જતા વધારાના પાણીને રોકી લેવા ભારત બનાવી રહ્યું છે વિશેષ પ્લાન

કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, આપણા ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું અટકાવવા માટે મંત્રાલય ખાસ કામ કામ કરી રહ્યું છે 
 

પાકિસ્તાનમાં વહી જતા વધારાના પાણીને રોકી લેવા ભારત બનાવી રહ્યું છે વિશેષ પ્લાન

નવી દિલ્હીઃ ભારત સરકાર પોતાના ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું અટકાવવા માટે કામ કરી રહી છે. ભારત પોતાના ભાગનું આ પાણી ખેતરો અને ઉદ્યોગોને આપવા માગે છે. 

કેન્દ્રીય જલશક્તી મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, "સિંધુ જલ સંધિ કરતાં પણ વધુ ભારતના ભાગનું પાણી પાકિસ્તાન જતું રહે છે. આપણા ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું અટકાવવા માટે મંત્રાલય ખાસ કામ કામ કરી રહ્યું છે. "

— ANI (@ANI) August 21, 2019

શેખાવતે જણાવ્યું કે, પાકિસ્તાનમાં વહી જતા પાણીને અટકાવીને આપણે તેને ખેડૂતો, ઉદ્યોગો અને પીવાના માટે કરવાનું આયોજન કરી રહ્યા છીએ. શેખાવતે જણાવ્યું કે, સરકાર હાઈડ્રોલોજિકલ અને ટેક્નોફિઝિબિલિટી પર અભ્યાસ કરી રહી છે. આ કામ વહેલામાં વહેલી તકે પુરું થાય જેથી સરકાર પોતાના પ્લાનને અમલમાં મુકી શકે તેના માટે ગજેન્દ્ર સિંહે વિશેષ સુચના આપી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news