પરેશ ધાનાણીએ સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યાનો વિવાદ, ભાજપે કહ્યું માફી માંગો

સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરાયેલા લોખંડના ભંગાર મુદ્દે આજે વિવાદ થતાં ગુજરાત વિધાનસભામાં હંગામો થયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ વિધાનસભામાં કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે. તેવું કહેતા વિધાનસભામાં ભાજપના નેતાઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને માફી માંગવાની વાત કરવામાં આવી હતી.

પરેશ ધાનાણીએ સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યાનો વિવાદ, ભાજપે કહ્યું માફી માંગો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆતમાં સાવારથી જ જોરદાર હંગામી રહી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ વિધાનસભામાં કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે. તેવું કહેતા વિધાનસભામાં ભાજપના નેતાઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને માફી માંગવાની વાત કરવામાં આવી હતી.

આ અંગે નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, પરેશ ધાનાનીએ સરદાર પટેલને લોખંડના ભંગાર કહ્યા જેના કારણે ભાજપના બધા ધારાસભ્યો વિધાન સભામાં ઉભા થઇ ગયા. પરેશ ધાનણી દ્વારા સતત 3 વાર શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનું નીતિન પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે, પરેશ ધાનનીએ ભૂલ કરી છે અને એમને માફી મંગાવી જોઈએ પણ જાહેરમાં આવીને બોલતા નથી. 

જ્યારે અંગે આ પરેશ ધાનાણીએ કહ્યું કે, મારા શબ્દોથી સરદાર સાહેબનું અપમાન થતું હોય તો એક વાર નહીં પણ સો વાર માફી માગવા તૈયાર છું. સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગૃહનું જ નહી પણ સમગ્ર ગુજરાતનું પણ અપમાન છે.  કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારએ અધ્યક્ષને આવા શબ્દ પ્રયોગને રેકોર્ડ પરથી દૂર કરવાની વાત કરી હતી.

વડોદરાના ચાવાળાની દેશભક્તિ : પોતાની આવક આપશે શહીદોના પરિવારોને

જોકે ભાજપના સભ્યોએ ઇનકાર કરી માફી માગવાની વાત પકડી રાખી હતી. ગૃહના અધ્યક્ષએ અનેક વાર પરેશ ધાનાણીને માફી માંગવાની વાત કરી હતી. જ્યારે પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન થયું હોય તો લાખ વાર માફી માગવાની વાત કરી હતી. પરેશ ધાનાણીએ માફી ન માંગતા ગૃહમાં હોબાળો થયો હતો. ભાજપના સભ્યોએ કોંગ્રેસ ભંગારના સૂત્રોચ્ચારો કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news