પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

અલ્કેશ રાવ, પાલનપુર: પાલનપુરના આકેસણ ફાટક પાસે બુધવારે વહેલી સવારે આકેસણ રોડ પર આવેલી સુરજપાર્ક સોસાયટીમાં રહેતા ધ્રુવ મકવાણા નામના 19 વર્ષીય યુવકની લાશ મળતા લોકોના ટોળા એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને પહેલી નજરે યુવકનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હોય એવો અંદાજ હતો. પરંતુ મૃતક ધ્રુવ મકવાણાના પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવતા પોલીસે યુવકના મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. 

જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સહિત એસઓજી અને એલસીબીની ટિમ પણ જોડાઈ હતી. જાહેર રોડ ઉપર યુવકની મળેલ લાશને લઈને પરિવારજનોની આશંકાને આધારે પોલીસે યુવકના મોબાઈલના કોલ ડિટેઈલ મેળવી અને મૃત્યુ પહેલા મૃતક યુવક ધ્રુવ મકવાણા સાથે સંપર્કમાં આવેલા સાત જેટલા યુવકોની પોલીસે આકરી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછમાં યુવકની હત્યા પ્રેમપ્રકરણમાં થયાનું સામે આવ્યું હતું.

જેમાં પાલનપુરના આકેસણ ગામ ખાતે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતી યુવતી સાથે મૃતક યુવક ધ્રુવને પ્રેમ સંબંધ હતો. જોકે મૃતક ધ્રુવ અને યુવતીના પ્રેમ પ્રકરણની વાત યુવતીના પરિવારજનોને મળતા યુવતીના કાકા અને મામાએ મંગળવારે રાત્રે યુવતિ દ્વારા આ મૃતક ધ્રુવ મકવાણાને ફોન કરાવીને ખેતરમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

ત્યારે ગભરાયેલા તેનો મિત્ર ત્યાંથી ભાગી છૂટયો હતા જોકે મૂઢ માર મારવાને કારણે આ યુવકનું મોત નિપજ્યા બાદ આરોપી એવા કાકા અને મામાએ પુરાવાનો નાશ કરવા માટે મૃતક ધ્રુવને બાઈક પાછળ બેસાડી અને આકેસણ રોડ પર મૂકી ગયા હતા. એક તરફ ધ્રુવ રાત્રે  ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતામાં હતા અને સવારે આકેસણ રોડ પર ધ્રુવનો મૃતદેહ મળતાં પરિવારજનો હેબતાઈ ગયા હતા.

જોકે પોલીસે મોબાઈલ કોલ ડીટેલને આધારે અને મૃતકના મિત્રોની પૂછપરછમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને મૃતક યુવકની પ્રેમિકાની કડક પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તેના મામા અને કાકાએ તેને ધમકાવીને ધ્રુવને ફોન કરીને મળવા બોલાવવાનું કહ્યું હતું અને ધ્રુવ મળવા આવતાં જ તેને માર મારી તેની હત્યા કરાઈ હતી. જેથી પોલીસે યુવતીના કાકા લાલસિંહ પરમાર અને મામા પ્રહલાદસિંહ રાઠોડની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ કરતાં તેમને ગુનો કબૂલી લેતાં પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

આકેસણ રોડ ઉપર યુવકની લાશ મળી હતી પોલીસે કોલ ડિટેલના આધારે આ હત્યાનો ભેદ ઉકેલયો છે જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હતી જેમાં 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં મૃતક ધ્રુવ મકવાણાની હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news