સવજી ધોળકિયાએ કહ્યું, પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે, હજુ વધુ કામો કરવા છે

સુરતના જાણીતા ઉદ્યોગપતી અને લાઠીના જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા સવજી ધોળકીયા (savji dholakia) એ ખુશી વ્યક્ત કરી છે. પદ્મશ્રીનો એવોર્ડ મળતા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 
સવજી ધોળકિયાએ કહ્યું, પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે, હજુ વધુ કામો કરવા છે

કેતન બગડા/અમરેલી :સુરતના જાણીતા ઉદ્યોગપતી અને લાઠીના જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા સવજી ધોળકીયા (savji dholakia) એ ખુશી વ્યક્ત કરી છે. પદ્મશ્રીનો એવોર્ડ મળતા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 

વર્ષ 2022 માટે આજે સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરતના ડાયમંડ કીંગ અને જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ માટે નામ જાહેર થયું છે. સરકાર દ્વારા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા સવજી ધોળકીયાએ ખુશી વ્યક્ત કરી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને અનેક તળાવો બનાવ્યા છે. ત્યારે તેમના આ શ્રેષ્ઠ કાર્ય માટે સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે નામ જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યો છે. 

સવજી ધોળકીયાએ આ મામલે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, સરકાર મારા કાર્યની નોંધ લઈને પદ્મશ્રી મળતા ખુબજ ખુશી છે. અત્યારે 100 માંથી 75 તળાવ બનાવ્યા છે. હજુ તળાવો બનાવવાનું બાકી છે. સરકાર પણ ઈચ્છે છે કે હજુ સારા કાર્યો હજુ આગળ હું કરું. પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે. હજુ પણ વધારે સારા કર્યો કરીને લોકોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકું તેવા આવનારા દિવસોમાં કામ કરવા છે. 

કોણ છે સવજી ધોળકિયા
સવજીભાઈ ધોળકિયા મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ દરેક સમાચારોની હેડલાઈન્સમાં ચમક્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ 2016માં દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

અમરેલીના તારણહાર
સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા. સવજી ધોળકિયાના જણાવ્યા અનુસાર તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું અને તેના વિશે ઘણો અનુભવ મેળવ્યા, પછી તેમણે તેના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામ શરૂ કર્યું, જે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. આજે તેમની કંપની 50 દેશોમાં હીરા સપ્લાય કરે છે. હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. સવજી ધોળકિયા અનુસાર, તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. અમેરલીના દુધાળા ગામના રહેવાસી સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો. હીરાનું કામ શીખ્યા અને થોડો સમય કારીગર તરીકે કામ કર્યા બાદ 1980માં પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news