India Corona Upadate: એક દિવસમાં કોરોનાના કેસમાં 30 હજારનો વધારો, 24 કલાકમાં 2.85 લાખ નવા કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ નોંધાયા સાથે 665 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણો અત્યાર સુધીનો સંપૂર્ણ આંકડા.

India Corona Upadate: એક દિવસમાં કોરોનાના કેસમાં 30 હજારનો વધારો, 24 કલાકમાં 2.85 લાખ નવા કેસ

નવી દિલ્હીઃ Corona virus in India: કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 665 દર્દીઓના મોત થયા છે અને 2,85,914 નવા કેસ નોંધાયા છે. આશ્ચર્યની વાત એ છે કે મંગળવારની સરખામણીમાં લગભગ 30 હજાર નવા કેસ સામે આવ્યા છે. અગાઉ મંગળવારે કોરોનાના 2,55,874 કેસ નોંધાયા હતા.

 

છેલ્લા 24 કલાકમાં સાજા થયા 2,99,073 દર્દીઓ

આ સાથે 2,99,073 દર્દીઓએ કોરોનાને માત આપી છે. નવા આંકડાઓ અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 22,23,018 પર પહોંચી ગઈ છે. દરરોજ પોઝિટિવ દર 16.16 ટકા છે, વીકલી પોઝિટિવ દર 17.33 ટકા નોંધાયો છે. તમને જણાવી દઈએ કે આ સમયે દેશમાં કોરોનાના કેસોમાં સતત વધઘટ નોંધાઈ રહી છે. વધતા સંક્રમણને કારણે દેશમાં નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે જેથી તેના પ્રસારણને રોકી શકાય. હવે ઓમિક્રોનના સબ વેરિયન્ટે ચિંતા વધારી છે.

 

અત્યાર સુધી આટલું થયું રસીકરણ

આ સાથે રસીકરણ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. જેથી આ જીવલેણ વાયરસ સામે લડી શકાય. હાલમાં દેશમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ સાથે બાળકોને પણ કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. હાલમાં રસીકરણની કુલ સંખ્યા 1,63,58,44,536 પર પહોંચી ગઈ છે.

Active case: 22,23,018
Daily positivity rate: 16.16%

Total Vaccination : 1,63,58,44,536 pic.twitter.com/hpxnJKfSep

— ANI (@ANI) January 26, 2022

દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ

ત્યારે રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6028 નવા કેસ નોંધાયા છે. જોકે 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંક્રમણ દર પણ 10.55 ટકા પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં લગાવવામાં આવેલા કોરોના પ્રતિબંધો હટાવવાની વાત કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 33,914 નવા કેસ નોંધાયા છે અને 30,500 દર્દીઓ સાજા થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news