ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા સરકાર સામે આરપારની લડાઈનો પ્રારંભ

ગુજરાત જનતા જાગૃતિ મંચ (Gujarat Janta Jagruti Manch) ના પ્રમુખ રજનીકાંત ભારતીય એ જણાવ્યું હતુ કે આઉટસોર્સ એજન્સીઓ અધિકારીઓ ઉપર અને અધિકારીઓ એજન્સીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા સરકાર સામે આરપારની લડાઈનો પ્રારંભ

ભરૂચ: ગુજરાત સરકાર (Gujarat Government) ની આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર, માનદવેતન, ઇન્સેન્ટિવ પ્રથા જેવી શોષણભરી નિતીઓ સામે ગુજરાત જનતા જાગૃતિ મંચ (Gujarat Janta Jagruti Manch) દ્વારા આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યુ છે. તેમજ વોટબેંકની રાજનીતિ સમજતી ગુજરાત સરકાર (Gujarat Government) ને એની ભાષામાં જ જવાબ આપવા આગામી ચુંટણીઓમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવા લોકો પાસે સંકલ્પ પત્રો ભરાવવાનું આજે રાજપીપળાથી શરૂ કરવામાં આવ્યુ હતું.

નર્મદા (Narmada) જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (એએનએમ) બહેનોનો જાન્યુઆરી થી પાંચ મહિનાનો પગાર ચુકવાયો ન હોઈ ગુજરાત જનતા જાગૃતિ મંચ (Gujarat Janta Jagruti Manch) ની આગેવાનીમાં તમામ ફિમેલ હેલ્થ વર્કર (Health Worker) રાજપીપળા જીલ્લા પંચાયત કચેરી ખાતે એકઠી થઈ હતી અને જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ને રજુઆત કરી હતી. 

ગુજરાત જનતા જાગૃતિ મંચ (Gujarat Janta Jagruti Manch) ના પ્રમુખ રજનીકાંત ભારતીય એ જણાવ્યું હતુ કે આઉટસોર્સ એજન્સીઓ અધિકારીઓ ઉપર અને અધિકારીઓ એજન્સીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેના કારણે ગરીબ બહેનો હેરાન થઈ રહી છે પાંચ મહિનાથી પગાર ન થવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયુ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આપેલ બાંહેધરી મુજબ જો બે દિવસમાં પગાર નહી થાય તો જીલ્લા પંચાયત ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી રજનીકાંત ભારતીયએ ઉચ્ચારી હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચ (Gujarat Janta Jagruti Manch) ના આહ્વાનને પગલે નર્મદા જિલ્લાની ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગારની નિતીઓ દ્વારા લાખો યુવાનોનું અને ગરીબોનું શોષણ કરનાર ગુજરાત સરકાર વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવા સંકલ્પ લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં ઘરે ઘરે ફરી સર્વે કરનાર ફિમેલ હેલ્થ વર્કર બહેનો હવે પોતાના હક માટે ઘરે ઘરે ફરી જનતાને સરકારની અન્યાયી અને શોષણભરી નિતીઓથી માહિતગાર કરી સરકાર વિરુદ્ધ મતદાન કરાવવા સંકલ્પ પત્રો ભરાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news