5G ટેક્નોલોજી વિરુદ્ધ Juhi Chawla એ ખોલ્યો મોર્ચો, કોર્ટમાં કરી અરજી

અભિનેત્રી જૂહી ચાવલા 5જી ટેક્નોલોજી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચી છે. તેની અરજી પર બે જૂને સુનાવણી થશે. 

5G ટેક્નોલોજી વિરુદ્ધ Juhi Chawla એ ખોલ્યો મોર્ચો, કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી જૂહી ચાવલા  (Juhi Chawla) એ 5G ટેક્નોલોજી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અભિનેત્રીએ પોતાની અપીલમાં આ તકનીકથી પર્યાવરણને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ મામલે આજે સુનાવણી થવાની હતી પરંતુ અભિનેત્રીની અરજીને બીજી પીઠ પાસે ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે તેની સુનાવણી બે જૂને થશે. 

'પર્યાવરણ માટે ખતરનાક છે 5G'
જૂહી (Juhi Chawla In Court) એ કોર્ટ પાસે માંગ કરી છે કે 5જી ટેક્નોલોજીના ઇમ્પ્લીમેટેશન પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિપોર્ટને વાંચવામાં આવે, જે રેડિએશનથી માનવ જાતિ, જીવ-જંતુઓ અને છોડ-ઝાડ પર પડનારી અસર વિશે છે. સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવે કે આ ટેક્નોલોજીથી દેશની હાલની અને આવનારી પેઢીને કોઈ નુકસાન છે કે નહીં. 

આ ટેક્નોલોજીથી સ્વાસ્થ્યને નુકસાન
જૂહી ચાવલાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હું એડવાન્સ ટેક્નોલોજીને સ્થાપિત કરવાના વિરોધમાં નથી. આપણે પ્રોડક્ટને એન્જોય કરીએ છીએ, જે ટેક્નોલોજીની દુનિયાથી આપણે મળે છે. તેમાં વાયરલેસ કમ્યુનિકેશન પણ સામેલ છે. પરંતુ આપણે વાયરલેસ ડિવાઇસના ઉપયોગના સમયે દુવિધામાં રહીએ છીએ. કારણ કે આવા ગેઝેટ્સ અને નેટવર્ક સેલ ટાવર્સ સાથે જોડાયેલા આપણા રિસર્ચ અને અભ્યાસ તે તરફ ઇશારો કરે છે કે રેડિએશન સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે નુકસાનકારક છે. 

કોર્ટ સુધી વાત પહોંચાડવી જરૂરી
જૂહી ચાવલાના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે- કેસ એટલા માટે દાખલ કરવામાં આવ્યો જેથી કોર્ટની નજર આ મુદ્દા પર દોરવામાં આવે. જેથી તે આપણને જણાવી શકે કે 5જી ટેક્નોલોજી મનુષ્ય, જાનવર, પક્ષીઓ બધા માટે સુરક્ષિત છે. તે તેના પર સંશોધન કરાવે અને જણાવે કે 5જી ટેક્નોલોજીનું ભારતમાં આવવું સુરક્ષિત હશે કે નહીં. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા આ વિશે પોતાનો ચુકાદો આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news