સુરતમાં પોલીસની દમનગીરી સામે જામનગરમાં રોષ, ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી

સુરતમાં પોલીસ દમનગીરીની ઘટનાના પગલે દોષિત પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે

સુરતમાં પોલીસની દમનગીરી સામે જામનગરમાં રોષ, ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી

મુસ્તાક દલ/ જામનગર: સુરતમાં પોલીસ દમનગીરીની ઘટનાના પગલે દોષિત પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

સુરતમા આવેલ વીર નર્મદ યુનવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ અને ગુજરાત પ્રદેશના પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાને પોલીસ દ્વારા ગુંડા ગર્દી કરીને ઢોર માર મારીને વિદ્યાર્થીઓ અને પ્રદેશમંત્રીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતા આ બનાવના વિરોધમા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામા આવ્યું હતું.

સુરતના બનાવમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓને 24 કલાકની અંદર ફરજ પરથી મુક્ત કરવામાં નહીં આવે તો સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news