OBC Reservation: ગુજરાત સરકારને જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ સોંપાયો, હવે સ્થાનિક ચૂંટણીઓનો રસ્તો ખૂલશે
અગાઉ સરકારે જુલાઈ 2022 માં આયોગની રચના કરી હતી. સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. જી હાં. છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે પંચાયતમાં OBC અનામતનો રિપોર્ટ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો છે. અધ્યક્ષ જસ્ટિસ કલ્પેશ ઝવેરી અને કમિટીના સભ્યોએ આ રિપોર્ટ સોંપ્યો છે. OBC અનામતને લઈ સમર્પિત આયોગની રચના પણ કરાઈ હતી. હવે રિપોર્ટ આવ્યા બાદ સરકારે કાર્યવાહી કરવાની રહેશે.
મહત્વનું છે કે, અગાઉ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. તે દરમિયાન 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ મામલે પંચાયતમાં OBC અનામતને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં બનેલો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો.
નોંધનીય છે કે, અગાઉ સરકારે જુલાઈ 2022 માં આયોગની રચના કરી હતી. સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઓબીસી અનામત મુદ્દે રાજ્યમાં વિપક્ષે અનેક વખત ગુજરાત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. પરંતુ હાલ ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે