હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ
Trending Photos
ગાંધીનગર :લર્નિંગ લાયસન્સ (learning Licence) કઢાવવા માટે હવે આરટીઓ (RTO) સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈ (ITI) માં કરવામાં આવશે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.
મહેસાણા : માતાની નજર હટી અને ઘરમાં સૂતેલી 8 માસની દીકરી પર એસિડ ફેંકીને કોઈ ભાગી ગયું
રાજ્ય સરકારની આ જાહેરાત સાથે જ હવે આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સની કામગીરી થશે. તો સાથે જ આરટીઓ ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી નહિ થાય. હાલના તબક્કે તો આરટીઓમાં આ કામગીરી ચાલુ છે. પણ સપ્તાહ બાદ લર્નિંગ લાયસન્સ કઢાવવાની કામગીરી બંધ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની દરેક આરટીઓ ઓફિસોમાં બારેમાસ લોકોની ભીડ ઉમટેલી હોય છે. અનેક લોકોના કામ ખોરંભે ચઢેલા હોય છે. ત્યારે આરટીઓ પરથી કામનું ભારણ હળવુ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં જવુ પડશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે