પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું, બોર્ડના અધ્યક્ષ એ.જે શાહનું નિવેદન

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે કમ્પ્યૂટરની પરીક્ષાનું પેપર હતું. પરંતુ આ પેપર લીક થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
 

પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું, બોર્ડના અધ્યક્ષ એ.જે શાહનું નિવેદન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આજે ધોરણ 12માં કમ્પ્યૂટર વિષયની પરીક્ષાનું પેપર હતું. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 6.15 કલાક વચ્ચેનો હોય છે, પરંતુ કમ્પ્યૂટરના પેપરનો સમય બે કલાકનો હતો. આ વચ્ચે યુવરાજ સિંહ જાડેજા દ્વારા ધોરણ 12ની કમ્પ્યૂટરની પરીક્ષાનું પેપર લીક થવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 

બોર્ડના ચેરમેનનું નિવેદન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે ધોરણ 12ના કમ્પ્યૂટરના પેપર વાયરલ થવા અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, પેપર ફૂટ્યુ નથી પરંતુ પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું છે. તેમણે કહ્યું કે, બોર્ડ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવશે. કોઈએ ચોરી કરવાના ઈરાદાથી પેપર પરીક્ષા ખંડની બહાર વાયરલ કર્યું હોય શકે તેમ ચેરમેને કહ્યુ હતું. બોર્ડ તરફથી તપાસ કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 

— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023

શું ફરી થયું પેપર લીક?
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે. યુવરાજ સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું- આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલીકની માહિતી પહોંચાડવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, પેપર સાચુ છે કે ખોટું તેની પુષ્ટિ કરતો નથી. આ સાથે યુવરાજ સિંહે પેપરના કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યાં છે. 

યુવરાજ સિંહે કર્યો દાવો
યુવરાજ સિંહ જાડેજાએ ટ્વિટ કરીને દાવો કર્યો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પરીક્ષા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે. એક મિત્રએ આ પેપર મોકલ્યું હોવાનો દાવો પણ યુવરાજ સિંહે કર્યો છે. શું ખરેખર ધોરણ 12ની પરીક્ષાનું પેપર લીક થયું છે તેની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news