સાવધાન : 3 નહીં, આ 16 નિયમો તોડ્યા તો પોલીસ નહીં હોય તો પણ ફરફરિયું આવશે ઘરે

Traffic Rules : અમદાવાદમાં વાહનચાલકો કેટલાક નિયમોનું પાલન કરતા નથી. જેને પગલે ટ્રાફિક પોલીસ કડક બની છે. હવે પોલીસ રસ્તા પર હશે કે નહીં હોય પણ ઘરે મેમો આવી જશે

સાવધાન : 3 નહીં, આ 16 નિયમો તોડ્યા તો પોલીસ નહીં હોય તો પણ ફરફરિયું આવશે ઘરે

Ahmedabad News : અમદાવાદમાં વાહનો માટે નિયમો બદલાઈ ગયા છે. અગાઉ હેલમેટ, લાઇન ક્રોસ, સિગ્નલ ભંગનો મેમો ફટકારાતી પોલીસ હવે 16 નિયમો માટે કડક બની છે. ટ્રાફિકના ત્રણને બદલે હવે ૧૬ નિયમના ભંગ બદલ ઈ-મેમો આવશે. શહેરમાં ૧૩૦ ટ્રાફિક સિગ્નલો પર ૬,૫૦૦ CCTV કેમેરાથી પોલીસ બાજ નજર રાખી રહી છે. આટલા નિયમોના ભંગ બદલ ઘરે ઇ-મેમાં આવશે. સિસ્ટમમાં સુવિધાઓ ઉમેરીને નવા પ્રોજેક્ટના અમલ માટે કંપની સાથે શહેર ટ્રાફિક પોલીસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જ્યારે અગાઉ આ પ્રોજેક્ટ જાન્યુઆરીમાં શરૂ કરવાના હતા, પરંતુ કોઇ કારણોસર થઇ શક્યો ન હતો. ૧ એપ્રિલથી આ પ્રોજેક્ટ શરૂ કરવાની શંકા સેવાઇ રહી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જે વાહનચાલકોએ ૨૦થી વધુ વખત કર્યુ હશે અને દંડ પણ નહિ ભર્યો હોય તેનું લિસ્ટ ટ્રાફિક પોલીસે તૈયાર કર્યુ છે. જ્યારે તે લિસ્ટ આરટીઓને મોકલી આપવામાં આવ્યું છે. આ વાહનચાલકોનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવશે. જ્યારે મહત્વનું છે કે અગાઉ આરટીઓ દ્વારા ૭૦૦ જેટલા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ૭૧ ૩૯ લાખ ઇ-ચલણ જારી કર્યા છે અને તેમનો ધ્યેય રૂ.૨૪૫૪૦ કરોડ  વસુલવાનો હતો, જો કે માત્ર ૨૦.૫૮ લાખ ચલણ માટે ૫.૯૦ કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો, જેમાં ૪૯.૮૨ લાખ પેન્ડિંગ ચલણો માટે રૂ.૧૯૨.૪૧ કરોડ વસુલવાના બાકી છે.

અમદાવાદમાં આ નિયમો તોડ્યા તો ઇ-મેમો ઘરે આવશે

1. રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે
2. રિક્ષામાં ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેઠા હશે
3.BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હશો 
4, બે કરતા વધારે ટુ વ્હીલ પર હશે
5. ટ્રાફિક સિગ્નલ તોડ્યું હશે.
6. હેલમેટ પહેર્યું નહિ હોય વાહન ચલાવતા હશો
7. રોડ પર આડેધડ પાર્કિંગ કરશો 
8. ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ
9. રોંગ સાઇડમાં વાહન ચલાવવું
10. સ્ટોપ લાઇનનું ઓવરસ્ટેપિંગ
11. વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ
12. ફેન્સી નંબર પ્લેટ સિવાયની નંબર પ્લેટ હશે
13. નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કર્યુ
14. ફોર વ્હિલરમાં ડાર્ક ફિલ્મ
15. ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલ પર વાત કરશો.
16. સ્પીડમાં વાહન હશે તો

વાહનચાલકોની બેરદકારીને કારણે પોલીસ કડક બની 
અમદાવાદમાં વાહનચાલકો કેટલાક નિયમોનું પાલન કરતા નથી. જેને પગલે ટ્રાફિક પોલીસ કડક બની છે. હવે પોલીસ રસ્તા પર હશે કે નહીં હોય પણ ઘરે મેમો આવી જશે. અમદાવાદમાં આ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. જેમાં શહેરમાં હવે શહેરમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે. રિલામાં ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેઠા હશે. બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવશો, ફોર વ્હીલરમાં ડાર્ક કાચ હશે, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ  વાત કરતા હશો તો ઇ-મેમો ઘરે આવશે. 

આ ઉપરાંત જો વાહનોમાં એચએસઆરપી સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ મેમો ઘરે આવશે. પોલીસ કોઈ પણ સંજોગોમાં વાહનચાલકોને નિયમોને અમલ કરાવવાના મૂડમાં છે. આ માટે સીસીટીવી લગાવી દેવાયા છે. એટલે ભૂલથી પણ અમદાવાદમાંથી તમે નીકળવાના હો તો પણ સાવધાન રહેજો. કારણ કે અમદાવાદ બહારથી રોજ હજારો વાહન ચાલકો અમદાવાદમાં આવે છે. જેઓ રૂલ્સ નથી જાણતા અને ભરાઈ જાય છે. તેઓએ તો ખાસ સાવચેતી રાખવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news