Nomophobia: ક્યાંક તમારા સ્માર્ટફોને તમને નોમોફોબિયાથી પીડિત તો નથી કરી દીધા, આવી રીતે કરો તપાસ
Nomophobia: નોમોફોબિયાનો ફેલાવો તાજેતરના વર્ષોમાં જોવા મળ્યો છે. નોમોફોબિયા ધરાવતા લોકો જ્યારે તેમના સ્માર્ટફોન અથવા ડિજિટલ ઉપકરણથી દૂર હોય ત્યારે તેઓ નર્વસ, બેચેની અને ડરનો અનુભવ કરે છે.
Trending Photos
Nomophobia: જો નોમોફોબિયાને શબ્દોમાં વિભાજિત કરવામાં આવે, તો તેનો અર્થ "નો-મોબાઈલ-ફોબિયા" થશે. નોમોફોબિયા એ એક નવો શબ્દ છે, જે એવા લોકોની ચિંતા અથવા ડરનો ઉલ્લેખ કરે છે જે પોતાના મોબાઈલ વિના રહી શકતા નથી. નોમોફોબિયા એ એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. જ્યારે નોમોફોબિયા ધરાવતા લોકો તેમના સ્માર્ટફોન અથવા ડિજિટલ ઉપકરણથી દૂર હોય છે, ત્યારે તેઓ નર્વસ, બેચેન અને ડર અનુભવે છે. જો કોઈ વ્યક્તિને નોમોફોબિયા હોય તો તેઓ ડિજિટલ ઉપકરણ અથવા સ્માર્ટફોનથી દૂર હોય ત્યારે પરસેવો, ધ્રુજારી અને ઝડપી ધબકારા જેવા કેટલાક શારીરિક લક્ષણોનો અનુભવ કરશે.
હાલના વર્ષોમાં નોમોફોબિયામાં વધારો થયો:
નોમોફોબિયાનો ફેલાવો તાજેતરના વર્ષોમાં જોવા મળ્યો છે. કેમ કે સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસ આપણા રોજિંદા જીવનનો જરૂરી ભાગ બની ગયો છે. ઘણા લોકો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કોમ્યુનિકેશન, એન્ટરટેઈનમેન્ટ અને ત્યાં સુધી કે કામ માટે પણ કરતા હોય છે. જેના કારણે તેઓ સ્માર્ટફોનના એટલા આદી બની જાય છે કે થોડું અંતર પણ તેમને નર્વસ, બેચેન અને ડર લાગે છે.
આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી
શું નોમોફોબિયા એક મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર છે?:
નોમોફોબિયાને હજુ સત્તાવાર રીતે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર ગણવામાં આવતો નથી. જો કે તે વ્યક્તિના જીવન પર ઘણી ખતરનાક અસર કરી શકે છે. તે સંબંધો, કાર્ય અને સામાજિક પ્રવૃત્તિઓને અસર કરી શકે છે. તેનાથી થતી ચિંતા કે ડિપ્રેશન માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.
નોમોફોબિયાથી બચવા માટેના ઉપાય:
સારા સમાચાર એ છે કે નોમોફોબિયા ટાળવાનો એક માર્ગ છે. જો તમે તમારા સ્માર્ટફોન કે ડિજિટલ ડિવાઈસથી અલગ થવા પર ચિંતા અથવા ડરનો અનુભવ કરી રહ્યાં છો, તો તે ફોન પર કે ડિવાઈસ પર તમારી નિર્ભરતા ધીમે ધીમે ઘટાડવાનો પ્રયાસ કરો. એક સમય નક્કી કરો અને તમારા ઉપકરણનો ઉપયોગ મર્યાદિત સમય માટે કરો. તણાવ અને ચિંતાને દૂર કરવા માટે માઇન્ડફુલનેસ અને રિલેક્સ કરવાની ટેકનિકનો અભ્યાસ કરો, જેમ કે કસરત, શોખ અથવા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો. આમ કરવાથી તમને તમારા ડિવાઈસથી ડિસકનેક્ટ કરવામાં અને તેના પરની તમારી નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. જો તમે નોમોફોબિયા સંબંધિત ગંભીર ચિંતા કે મુશ્કેલી અનુભવતા હોય તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત સાથે મુલાકાત કરો.
આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે