Gujarat Weather: ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો, બે જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather Today : વહેલી સવારથી ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળોછાયા વરસાદ સાથે વરસાદનું આગમન થયું, લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે

Gujarat Weather: ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો, બે જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather Forecast : ભર ગરમીમાં ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામા વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આમ, એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે. જોકે, આ વરસાદથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જશે. લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે. 

અરવલ્લીમાં વરસાદી માહોલ
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગણતરીના કલાકોમાં જ મોટો પલટો આવ્યો છે. જિલ્લાના શામળાજી ભિલોડા સહીત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જોકે, આ કમોસમી માવઠું થાય તો ઘાસચારો અને કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન કરી શકે છે. વાતાવરણના બદલાવથી ધરતી પુત્રોમાં ચિંતામાં મૂકાયા છે. 

કચ્છમાં વરસાદ આવ્યો
ગુજરાતના છેવાડાના કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી સરહદી જિલ્લા કચ્છમાં વાદળો ઘેરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે. છેલ્લા બે દિવસ કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થશે. પરંતું ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

પહેલા ક્યારેય ન બન્યું એ એપ્રિલ મહિનામાં થશે : અંબાલાલ પટેલની આ આગાહી છે ખતરનાક
 
ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બી છે. આરોગ્ય મંત્રીએ હવામાન, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોને ગરમીમાં ખાસ સાવધાન રાખવાની સલાહ અપાઈ છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ વખતે સરકાર એટલા માટે સક્રિય થઈ છે. કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news