કેનેડાથી આવેલા ગુજરાતી યુવકે કોરોના સામે પગલાની સરકારી દાવાની પોલ ખોલી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું હતુ કે, દરેક ખરાબમાં ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. ત્યારે ગુજરાત સરકારના આ દાવાને પોકળ સાબિત કરતી એક ટ્વિટ સામે આવી છે. હાલ ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં જે કોરોના પોઝિટિવ કેસ (corona virus) સામે આવ્યા છે, તેમાં વિદેશથી આવેલા દર્દીઓ વધુ છે. આવામાં તમામ એરપોર્ટ પર સઘન ચેકિંગ અને સ્ક્રીનિંગ વ્યવસ્થા મૂકાઈ છે. ત્યારે ગુજરાત સરકારની એરપોર્ટ પર ચેકિંગની પોલ ખૂલી છે. સાથે જ એરપોર્ટ સિક્યોરિટીના દાવા પણ પોકળ સાબિત થયા છે. કેનેડાથી આવેલા અભિમન્યુ નામના એક યુવકે ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર તેનું કોઈ જ પ્રકારનું થર્મલ ચેકિંગ ન થયુ, અને તેને જવા દેવાયો છે. સાથે જ ગુજરાતી ફિલ્મની એક એક્ટ્રેસ પણ અભિમન્યુની વાતને સાચી ગણીને કહ્યું કે, તેની સાથે પણ આવુ જ થયું છે.
જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, ખાસ વાંચી લેજો
Returned from Toronto to Ahmedabad today, 3am. No thermal check, no other checks. Just filled a self declaration form, and they let me go saying i am to self isolate myself for two weeks. If this is how they do it, india is going to be in real bad trouble @AMDAirport @PMOIndia
— Abhimanyu (@Abhimanyu2409) March 21, 2020
ટ્વિટમાં શું લખ્યું....
આજે સવારે 3 વાગ્યે ડેનેડાના ટોરેન્ટોથી એક ગુજરાતી યુવક અભિમન્યુ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટથી બહાર નીકળીને તેણે એરપોર્ટ પર થયેલા તેના અનુભવ વિશે ટ્વિટ કરી હતી. તેણે ટ્વિટમાં લખ્યું કે, ટોરોન્ટોથી સવારે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો. અહીં મારું કશું જ ચેકિંગ ન થયું. થર્મલ ચેકના કોઈ ઠેકાણા નથી. ખાલી સ્વઘોષણાનું એક ફોર્મ ભરાવ્યું અને 14 દિવસ જાતે જ પોતાની રીતે ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહ્યું. જો તેઓ આવુ જ કરતા રહેશે તો ભારત મોટી મુસીબતમાં સપડાઈ શકે છે.
Landed at international airport today and saw the same shit!
Not even a simple temperature scan!!
— FullOnDevi (@netrinisarg) March 21, 2020
કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત
અભિનેત્રી સાથે પણ આવુ જ બન્યું
તો ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ નેહા ત્રિવેદીએ પણ પોતાની સાથે એરપોર્ટ પર આવો જ અનુભવ થયો તેવી ટ્વિટ કરી હતી. નેહા ત્રિવેદી આજે અમૃતસરથી અમદાવાદ આવી પહોચી હતી. તેણે ટ્વિટમાં લખ્યું કે, આજે સવારે હુ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ. મારી સાથે પણ આવુ જ થયું. સિમ્પલ ટેમ્પરેચર સ્કેન પણ ન કરાયું.
આમ, બંને બનાવ બાદ એરપોર્ટ ઓથોરિટીની ચેકિંગ વ્યવસ્થાની પોલ ખૂલી છે. જો આમને આમ ચાલશે, તો ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળશે. એરપોર્ટ પર ચેકિંગ ચુસ્ત નહિ બને, તો ગુજરાતને ઈટલી બનતા વાર નહિ લાગે. હાલ જ્યાં ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, ત્યાં એરપોર્ટ ઓથોરિટીની આ ભૂલ ગુજરાત માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે