મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! વૈજ્ઞાનિકોએ કહ્યું કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Scientists Prediction for Earth And Life: પૃથ્વી અને જીવનના અંતની આગાહી વૈજ્ઞાનિકોએ કરી છે અને તેની પાછળના બે કારણો આપ્યા છે. વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું અને પૃથ્વીના તોળાઈ રહેલા વિનાશના સંકેતો ભેગા કર્યા અને લોકોને સમયસર સાવચેત રહેવા ચેતવણી આપી હતી.
Trending Photos
Scientists Prediction for Earth And Life End: વૈજ્ઞાનિકોએ એકવાર પૃથ્વી અને તેના પર જીવનના વિનાશની આગાહી કરીની ખળભળાટ મચાવી દીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની જીવનરેખા જોખમમાં છે. વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે ભારે ગરમી અને CO2ના વધતા સ્તરને કારણે પૃથ્વી પરનું જીવન 250 મિલિયન વર્ષોમાં ધરતી પર જીવન લુપ્ત થઈ શકે છે. વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે કે આ વિનાશ કેવી રીતે અને શા માટે થશે?
ઈંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નેચર જીયોસાયન્સમાં આગાહી કરી છે કે અતિશય ગરમી અને CO2ના વધતા સ્તરને કારણે 250 મિલિયન વર્ષોમાં પૃથ્વી પરનું જીવન સંપૂર્ણપણે નાશ પામશે. ત્યાં સુધીમાં પૃથ્વીનું તાપમાન એટલું વધી જશે કે જમીન પર હોય કે દરિયામાં કોઈ પણ જીવ જીવી શકશે નહીં. આ સ્થિતિને સંપૂર્ણ વિનાશની સ્થિતિ કહેવામાં આવી રહી છે.
કમ્પ્યુટર સિમ્યુલેશનના આધારે લગાવવામાં આવ્યો અંદાજ
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક કોમ્પ્યુટર સિમ્યુલેશનના આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે પૃથ્વી પર એક મહાપ્રલય થશે, પરંતુ તે થવામાં હજુ 250 મિલિયન વર્ષો બાકી છે. ત્યાં સુધીમાં પૃથ્વીનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને આ તાપમાનમાં કોઈ શ્વાસ પણ લઈ શકશે નહીં.
વિનાશનો આ સમય પણ વહેલો આવી શકે છે, કારણ કે જે દરે આપણે પૃથ્વી પર કાર્બન ઉત્સર્જન વધારી રહ્યા છીએ તે વિનાશને વધુ વેગ આપી શકે છે. આ પ્રકારની કટોકટી અગાઉ પણ જોવા મળી હતી, જ્યારે ડાયનાસોર 66 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા હતા. તે દિવસોમાં પણ પૃથ્વી પરના તાપમાનમાં અણધાર્યો વધારો થયો હતો અને કાર્બનનું સ્તર ઘણું ઊંચું હતું.
વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઈતિહાસ પર પણ પ્રકાશ ફેંક્યો છે. તેમણે કહ્યું કે છેલ્લો સુપરકોન્ટિનેન્ટ જેનું નામ પેન્ગેયા હતું, તે 330 મિલિયનથી 170 મિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. હવે વૈજ્ઞાનિકો માને છે કે આગામી 250 મિલિયન વર્ષોમાં તમામ ખંડો ફરીથી એક થઈને એક નવો સુપરકોન્ટિનેન્ટ પેન્ગેયા અલ્ટીમાનું રૂપ લેશે. આ સ્થિતિમાં પૃથ્વી પહેલા ગરમ થશે અને પછી સુકાઈ જશે. જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધશે તેમ જ્વાળામુખી ફાટી નીકળશે.
પૃથ્વી પર મોટાભાગના વિસ્તારોમાં જ્વાળામુખી છે અને જ્યારે આ જ્વાળામુખી ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી, ત્યારે તે ફાટવાનું શરૂ કરશે. આ વિસ્ફોટને કારણે મોટી માત્રામાં કાર્બન-ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે. કાર્બન ડાયોક્સાઇડનું વધુ પડતું સ્તર જીવન માટે ગંભીર ખતરો ઉભો કરશે, કારણ કે તે ઓક્સિજનના વાતાવરણને ક્ષીણ કરશે. શ્વાસ લેવા માટે જરૂરી ઓક્સિજનની અછત રહેશે. પરિણામે જીવનની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ જશે અને પૃથ્વી પર કોઈ પણ પ્રાણી ટકી શકશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે