નિત્યાનંદ આશ્રમ વિવાદમાં હવે આગામી સુનાવણી 26 નવેમ્બરના દિવસે

નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં હવે આગામી સુનાવણી 26 નવેમ્બરના દિવસે

અમદાવાદ/ઉદય રંજન : અમદાવાદના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram)માં પોતાની બાળકીને મળવા ગયેલા માતા-પિતાને આશ્રમના બારણે જ રોકી દેવાતા તામિલ માતા-પિતાએ દ્વારા હાઇકોર્ટ (HC)માં દાખલ કરવામાં આવેલી હેબિયસ કૉર્પસ રિટ મુદ્દે બુધવારે જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠે સ્વામી નિત્યાનંદ, રાજ્ય સરકાર, પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે 26મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદારનો આક્ષેપ છે કે આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળવા દેવાતી નથી, જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી.

અરજદારનો આક્ષેપ છે કે સ્વામી નિત્યાનંદ અને આશ્રમવાસીઓ તેમની દિકરીને મળવા દેતા નથી. આ સિવાય પિતા જનાર્દન શર્માએ પરાણે બાળકીઓ પાસેથી વીડિયો વાઈરલ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આશ્રમમાંથી બંને યુવતીઓ ગુમ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે યુવતી નિત્યાનંદિતાએ વાઈરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માંગતી નથી.

નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news