નિત્યાનંદ આશ્રમ વિવાદ : મિસિંગ યુવતીઓનો રિપોર્ટ મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને મોકલાયો
નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) નો મામલે સમગ્ર કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓની તપાસને લઈને તપાસ કરનારી SITની ટીમે મોટા કાર્યવાહી હાથ ધરી છે. SIT દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA) ને જાણ કરવામાં આવી છે. SITની ટીમે મિન્સ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) નો મામલે સમગ્ર કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓની તપાસને લઈને તપાસ કરનારી SITની ટીમે મોટા કાર્યવાહી હાથ ધરી છે. SIT દ્વારા મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (MEA) ને જાણ કરવામાં આવી છે. SITની ટીમે મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.
વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ વિભાગને માહિતગાર કરશે
પોલીસે નિત્યનંદિતાની પાસપોર્ટની વિગતો મેળવી છે. તેમજ પોલીસે ઇમિગ્રેશન વિભાગ પાસેથી પણ વિગતો માંગી છે. આશ્રમ વિરુદ્ધના કેસની અત્યાર સુધીની તપાસ અંગેનો અહેવાલ ઇમિગ્રેશન વિભાગને આપ્યો છે. ટૂંક સમયમાં જ પોલીસ વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ વિભાગને આ અંગે માહિતગાર કરશે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ વર્ષ 2016થી કર્ણાટક રાજ્યમાંથી ગુમ છે. નોન બેલેબલ ઓફેન્સ દાખલ થતા નિત્યાનંદે ભારત સહિતના તમામ આશ્રમો છોડયા છે. ત્યારબાદ તમામ આશ્રમોના સંચાલકો સાથે ડિજિટલી નિત્યાનંદ સાથે સંપર્કમાં હોવાનું પોલીસનું અનુમાન છે. તેથી આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસની ટીમ કર્ણાટક જઈને તપાસ કરશે. નિત્યાનંદ પર નોંધાયેલા ગુનાની, પાસપોર્ટની વિગત, આશ્રમની વિગત, રેડ કોર્નર નોટીસની વિગતો મેળવશે.
આશ્રમમાથી મેળવેલા ઈન્સ્ટ્રુમેન્ટ્સની તપાસ
સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં અમદાવાદના આશ્રમની બે સેવિકાઓની ધરપકડ કરાઈ છે. ત્યારે બે દિવસ બાદ બંને આરોપીઓ પોલીસ તપાસમાં સહયોગ આપી રહી છે તેવુ પોલીસે જણાવ્યું. પોલીસે આશ્રમમાંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કર્યા કબ્જે કર્યા હતા. આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટમાં શુ વ્યવહારો થયા અને શું ડેટા છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી નિત્યાનંદ સાથે બંને આરોપી સાધ્વીઓ સંપર્કમાં હોવાની આશંકા છે. તેમજ જો ડેટા ડિલીટ થયો હશે તો એફએસએલની મદદ લઈને તેને પરત મેળવવાનો પ્રયાસ કરાશે.
આખી રાત જાગ્યા DEOના કર્મચારી, પણ DPSએ કોઈ મચક ન આપી
DPS દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન આપવાનો મામલામાં DPS સંચાલકો દ્વારા નિયત સમયમાં DEOને હજી સુધી કોઈ જ પુરાવા સોંપાયા નથી. DPS સંચાલકોની રાહ જોઇને DEO કચેરીના કર્મચારીઓ આખી રાત જાગતા રહ્યા. આજે સવારે 9 વાગ્યા સુધીમાં DPS ને જમીન સંબંધી પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ DPSને જાણે કોઈનો ડર નથી તેમ તે વર્તી રહ્યું છે. CBSEની માંગણી બાદ DEO એ DPS પાસેથી જમીનના પુરાવા માંગ્યા હતા. ત્યારે આજે DEO કચેરી દ્વારા DPS ની જમીનનો સર્વે કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે